Honeymoon Tips: હનીમૂનની મજા બમણી કરી દે છે આ વસ્તુઓ, શોપિંગ લિસ્ટમાં આ વસ્તુઓ તો હોવી જ જોઈએ
Honeymoon Tips: નવા નવા લગ્ન થયા હોય પછી કપલ એકબીજાની સાથે સમય પસાર કરવાનો મોકો જ શોધતા હોય છે. ખાસ તો હનીમૂન ટ્રીપને લઈને દરેક કપલ ખૂબ જ એક્સાઇટેડ હોય છે. લગ્ન પછી કપલ હનીમૂન ટ્રીપ પર નીકળી જાય છે. હનીમૂન ટ્રીપ માટેનું પ્લાનિંગ પણ લગ્નની જેમ અગાઉથી જ શરૂ થઈ જાય છે. જેમના નવા નવા લગ્ન થયા છે અથવા થવાના છે તેમને આજે એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને હનીમૂન પર સાથે રાખવી જ જોઈએ. આ વસ્તુઓ તમારી હનીમૂન ટ્રીપની મજા બમણી કરી દેશે.
લોન્જરી
હનીમૂનની દરેક ક્ષણને યાદગાર બનાવવી હોય અને તમારી ઈચ્છા હોય કે તમારા પતિની નજર તમારા પરથી હટે નહીં તો સુંદર લોન્જરી સાથે રાખવાનું ભુલતા નહીં. પોતાની પસંદ અને કંફર્ટને ધ્યાનમાં રાખી લોન્જરીની શોપિંગ કરવી.
બિકીની
તમે હનીમૂન માટે બીચ ડેસ્ટિનેશન પસંદ કર્યું હોય તો બિકીનીની શોપિંગ કરવાનું ભુલતા નહીં. નહીં તો જીવનભર અફસોસ થશે કે બીચ ડેસ્ટિનેશન પર ગયા અને બિકીની પહેરી ન શક્યા. નવા નવા લગ્ન થયા હોય તે છોકરીઓ માટે બિકીની સાથે રાખવી જરૂરી છે.
ખાસ ઈવનિંગ ડ્રેસ
હનીમૂન ડેસ્ટિનેશન પર શક્ય છે કે તમારો પતિ તમારા માટે સ્પેશિયલ ડિનર નાઈટ પ્લાન કરે. તો આવી ખાસ ડેટ માટે ખાસ ઈવનિંગ ડ્રેસ પણ સાથે રાખવા. પછી એવું ન થાય કે બહાર ડેટ નાઈટ પર પહેરવા માટે તમારી પાસે સારા ડ્રેસ ન હોય.
ગર્ભનિરોધક દવાઓ
બર્થ કંટ્રોલ પિલ્સને સાથે રાખવાનું ક્યારેય ભુલવું નહીં. આ બાબતે પતિ સાથે ચર્ચા પણ કરી લેવી. જેથી તમે હનીમૂન ટ્રીપ પર રોમાન્સનો ભરપુર આનંદ ટેન્શન વિના માણી શકો.
બેગ પેક
ઘણા કપલ એડવેન્ચરના શોખીન હોય છે. જો તમે હનીમૂન માટે આવું ડેસ્ટિનેશન પસંદ કર્યું છે તો એક અલગ નાનું બેગપેક રાખવું જેમાં જરૂરી વસ્તુઓ રાખી હોય. આ બેગમાં દિવસ દરમિયાન કામ લાગે તેવી વસ્તુઓ રાખી લેવી.
Trending Photos