સાળંગપુર મંદિરમાં દાદાએ ડ્રમ વગાડ્યું, ભક્તો આ નજારો જોતા જ રહી ગયા 

હનુમાનજી દાદા રામધૂનમાં મગ્ન રહે છે અને દાદાને સંગીત પ્રિય છે. ત્યારે શરણાઈ, નાદ સ્વરમ, ખોલ, સંતુર, મોહન વીણા, વાયોલિન, ગિટાર જેવા 51 સંગીતના સાધનોનો અદભુત નયનરમ્ય શણગાર કરાયો 

રઘુવીર મકવાણા/બોટાદ :સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ (kastbhanjan dev) સાળંગપુર મંદિરે (salangpur hanumanji) પવિત્ર ધનુરમાસ ચાલી રહ્યો છે. આમાં દાદાનો પ્રિય વાર એટલે કે શનિવારના દિવસે સંગીત વાદ્યોથી શણગાર કરવામાં આવ્યો છે. સફળા એકાદશી અને સ્વામિનારાયણ મહામંત્ર ૨૧૯ માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે હરિભક્તોએ વિશેષ દાદાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી. તો દર્શને આવનાર દરેક ભક્ત દાદાને ડ્રમ વગાડતા જોઈને ચોંક્યો હતો. સંગીતમય વાદ્યોના શણગારમાં એવુ એરેન્જમેન્ટ કરાયું છે કે, હનુમાનદાદા ડ્રમ વગાડી રહ્યાં છે. 

ભક્તોએ ઓનલાઈન દર્શન કર્યાં

1/5
image

આજના કષ્ટભંજન દાદાના વિશેષ સંગીત શણગારના દર્શન કરવાં માટે ભવિકભક્તો ઉમટી પડ્યા હતા. વિશ્વના દેશોમાં વસતા દાદાના ભક્તોએ ઓનલાઇનના માધ્યમથી પણ દાદાના આજના સંગીતમય શૈલીના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

રામધૂનમાં મગ્ન રહે છે દાદા

2/5
image

મંદિરનું ગર્ભગૃહ આજે સંગીતમય બની ઉઠ્યું છે. આખા ગર્ભગૃહમાં કોઈ સંગીતયમ વાતાવરણ સર્જાયું છે. દાદાની આસપાસ સંગીત રેલાઈ રહ્યું હોય તેવુ અનુભવાઈ રહ્યું છે. 

દાદાની પાસે મૂકાયા 51 સંગીત વાદ્યો

3/5
image

હનુમાનજી દાદા રામધૂનમાં મગ્ન રહે છે અને દાદાને સંગીત પ્રિય છે. ત્યારે શરણાઈ, નાદ સ્વરમ, ખોલ, સંતુર, મોહન વીણા, વાયોલિન, ગિટાર જેવા 51 સંગીતના સાધનોનો અદભુત નયનરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો. 

આજના દિવસનો વિશેષ મહિમા

4/5
image

કોઠારી વિવેકસાગર સ્વામીએ આજના દિવસનો વિશેષ મહિમા જણાવતા કહ્યું હતું કે, ધનુર્મસનો છેલ્લો શનિવાર અને સાથે જ સફળા એકાદશી અને સ્વામીનારાયણ મહામંત્ર ૨૧૯માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે હનુમાનજી દાદાને સંગીતના વિવિધ વાદ્યોનો શણગાર કરવામાં આવ્યો હતો. 

દાદાએ રચ્યો સંગીતનો શણગાર

5/5
image

વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દાદાના મંદિરે આજે શાસ્ત્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણા તથા કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન હનુમાનજી દાદાને વિશેષ સંગીત શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રથાના ભાગરૂપે આજે શનિવારે સંગીત વાદ્યોનો શણગાર કરાયો છે.