88 વર્ષ જૂની આ રેસ્ટોરન્ટમાંથી દર અઠવાડિયે મુકેશ અંબાણી મંગાવે છે આ મનપસંદ વાનગી, 50 રૂપિયામાં તો થઈ જાય ભરપેટ ભોજન!

Mukesh ambani : ગુજરાતી હોય અને ખાવાના શોખિન ના હોય...એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ખાવા પીવાના ખુબ શોખીન છે. હાલમાં જ જ્યારે તેઓ તેમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ માટે જામનગર પહોંચ્યા હતા ત્યારે ખાવાનાને લઈને તેમનો પ્રેમ બધાની સામે આવી ગયો હતો. 

ફેવરેટ ભોજન

1/5
image

ગુજરાતી પરિવારના મુકેશ અંબાણીને દક્ષિણ ભારતીય ભોજન પણ  ખુબ પસંદ છે. 88 વર્ષ જૂના સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટ તેમની ફેવરિટ જગ્યા છે. જ્યાંથી તેઓ દર અઠવાડિયે ખાવાનું ઓર્ડર કરીને મંગાવે છે. માત્ર મુકેશ અંબાણી જ નહીં પરંતુ તેમના બાળકો પણ આ રેસ્ટોરન્ટના સ્વાદના દીવાના છે. મુકેશ અંબાણીએ પોતે એક ઈન્ટરવ્યુમાં આ રેસ્ટોરન્ટ વિશે વાત કરી હતી.  એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ખાવા પીવાના ખુબ શોખીન છે. હાલમાં જ જ્યારે તેઓ તેમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ માટે જામનગર પહોંચ્યા હતા ત્યારે ખાવાનાને લઈને તેમનો પ્રેમ બધાની સામે આવી ગયો હતો. મુકેશ અંબાણી ખુબ જ મજા લઈને ગરમા ગરમ મરચાના ભજીયા ખાતા જોવા મળ્યા હતા. સ્વાદના શોખીન મુકેશ અંબાણીને ચટપટું ખાવાનું ખુબ પસંદ છે. ગુ

88 વર્ષ જૂની રેસ્ટોરન્ટ

2/5
image

મુંબઈના માટુંગામાં આવેલું કેફે મૈસુર મુકેશ અંબાણીની મનગમતી હોટલ છે. જ્યાંથી તેઓ લગભગ દર અઠવાડિયે ઓર્ડર કરીને ખાવાનું મંગાવે છે. કેફે મૈસુરની સાથે તેમનો આ સંબંધ કોલેજના દિવસોથી છે. તેઓ પોતાના કોલેજના દિવસોમાં આ રેસ્ટોરન્ટમાં તેમના મિત્રો, પરિવાર સાથે આવતા હતા. તેમને અહીંનો સ્વાદ એટલો ગમી ગયો કે આજે પણ તેઓ આ સ્વાદના શોખીન છે. શુદ્ધ શાકાહારી કેફે મૈસુરની શરૂઆત 1936માં થઈ હતી. આજે એ દેશભરમાં પ્રખ્યાત છે.

કેવી રીતે થઈ શરૂઆત

3/5
image

લોકપ્રિયતા વધી તો તેમણે માટુંગામાં પહેલી દક્ષિણ ભારતીય રેસ્ટોરન્ટ ખોલી. ત્યારબાદ બીજી 3 ખોલી અને તેમના ચારેય બાળકોને સોંપી દીધી. ઉડુપી કૃષ્ણા ભવન, કેફે મૈસુર, ઉડુપી કેફે, અને હવે ઈડલી હાઉસને તેમણે બ્રાન્ડ બનાવી દીધા. આજે પણ દક્ષિણ ભારતીય ભોજન માટે આ રેસ્ટોરન્ટની બહાર લાઈન લાગે છે.  મુંબઈનું કેફે મૈસુર માટુંગાની સૌથી જૂની રેસ્ટોરન્ટમાંથી એક છે. આ કેફેની શરૂઆત વર્ષ 1936માં થઈ હતી. ચોથી ફેલ એ રામા નાયકે આ કેફેનો પાયો નાખ્યો હતો. રામાએ ચોથા ક્લાસમાં અભ્યાસ છોડી દીધો હતો. ત્યારબાદ કિંગ્સ સર્કલ રેલવે સ્ટેશન પાસે કેળાના પાંદડા પર ઈડલી અને ડોસા બનાવીને વેચવા લાગ્યો. લોકોને તેના ઈડલી અને ડોસાનો સ્વાદ ખુબ પસંદ આવવા લાગ્યો. તેમની નાનકડી દુકાન સામે લાંબી લાંબી લાઈન લાગતી હતી.

મુકેશ અંબાણીનું ફેવરિટ ફૂડ

4/5
image

મુકેશ અંબાણીને કેફે મૈસુરના ઈડલી સંભાર ખુબ જ પસંદ છે. તેઓ અવારનવાર અહીંથી ઓર્ડર કરીને મંગાવે છે. કેફેએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર પણ મુકેશ અંબાણીની તસવીર અને વીડિયો લગાવેલા છે. જેમાં તેઓ કેફે મેસુર વિશે વાત કરે છે. ઈડલી સંભાર ઉપરાંત અહીંના ડોસા પણ પસંદ છે. લોકો મનભરીને ખાય છે. મુકેશ અંબાણીની આ ફેવરેટ રેસ્ટોરન્ટ છે. 

ફક્ત 50 રૂપિયામાં ભોજન

5/5
image

ફક્ત મુકેશ અંબાણી જ નહીં પરંતુ અનેક  બોલીવુડ હસ્તીઓ, રાજનીતિક અને ખેલ જગત સાથે સંકળાયેલા લોકો આ રેસ્ટોરન્ટના સ્વાદના દીવાના છે. મુકેશ અંબાણી અહીંના ઈડલી સંભારના દીવાના છે. આ એક પ્લેટની કિંમત ફક્ત 50 રૂપિયા છે. આટલું સસ્તું તમને કયાયં પણ ના મળી શકે. રાજ કપૂર પરિવારને પણ અહીંનું ભોજન ઘણું પસંદ હતું. કેફેના મેન્યુમાં ડોસાની 80થી વધુ વેરાઈટી છે. જબરદસ્ત ફેમસ છે આ રેસ્ટોરન્ટ