મુકેશ અંબાણીના 16000 કરોડના એન્ટીલિયાથી લઈને બર્મિંઘમ પેલેસ સુધી, આ છે વિશ્વના 5 સૌથી લક્ઝુરિયસ ઘર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને એશિયાના સૌથી ધનીક વ્યક્તિ મુકેશ અંબાણીના આલીશાન બંગલા વિશે તો તમે ઘણીવાર સાંભળ્યું હશે. પરંતુ અમે આજે તમને તેવા પાંચ ઘરો વિશે જણાવીશું જે દુનિયાના સૌથી ધનીક વ્યક્તિઓના ઘર છે.
 

એલિસન એસ્ટેટ

1/5
image

એલિસન એસ્ટેટ અમેરિકાના વુડસાઇડ, કેલિફોર્નિયામાં સ્થિત છે. આ આલીશાન બંગલાની કિંમત લગભગ 200 મિલિયન ડોલરની નજીક છે. પોતાની આકર્ષક જાપાની વાસ્તુકલા માટે પ્રસિદ્ધ આ વિશાળ સંપત્તિમાં ઘણી ઇમારતો, બગીચા અને લક્ઝરી સુવિધાઓ છે.

કેસિંગ્ટન ગાર્ડન

2/5
image

બ્રિટનના લંડન સ્થિત 18-19 કેસિંગ્ટન ગાર્ડન બિલિનેયર્સ રોનો ભાગ છે. 1840ના દાયકામાં બનેલું આ આલીશાન ઘર ઇટાલિયન અને ક્વીન એની શૈલિઓનું મિશ્રણ છે. આ ઘર લંડનના સૌથી પ્રતિષ્ઠિત પેલેસોમાંથી એક છે. આ બંગલાની કિંતમ આશરે 222 મિલિયન ડોલર છે. 

ઓડિયન ટાવર પેન્ટહાઉસ

3/5
image

મોનાકોમાં ઓડિયન ટાવર પેન્ટહાઉસ ભૂમધ્ય સમુદ્રના આકર્ષક દૃશ્યો પ્રદાન કરે છે. 170 મીટર ઊંચુ આ પાંચ માળનું એપાર્ટમેન્ટ 3500 વર્ગ મીટરમાં ફેલાયેલું છે. આ એપાર્ટમેન્ટમાં એક ખાનગી એલિવેટર, 500 સીટનું ઓપન-એર એમ્ફીથિએટર અને છત પર પૂલ જેવી લક્ઝરી સુવિધાઓ છે.   

બર્મિંઘમ પેલેસ

4/5
image

લંડન સ્થિત બર્મિંઘમ પેલેસ દુનિયાનું સૌથી મોંઘુ ઘર છે. બ્રિટનનો રોયલ પરિવાર આ ઘરમાં રહે છે. આ આલીશાન ઘરની કિંમત 4.9 અબજ ડોલર આંકવામાં આવી છે.

 

એન્ટીલિયા

5/5
image

એન્ટીલિયા ભારતના સૌથી ધનીક વ્યક્તિ મુકેશ અંબાણીનું ઘર છે. આ આલીશાન ઘર 4 લાખ સ્ક્વેર ફૂટથી વધુ એરિયામાં ફેલાયેલું છે. તેની અંદાજિત કિંમત 2 અબજ ડોલર (આશરે 16,000 કરોડ રૂપિયા) છે. આ એપાર્ટમેન્ટમાં ત્રણ હેલીપેડ, 168 કારનું ગેરેજ અને ઘણા સ્વિમિંગ પૂલ છે.