Mukesh Ambani ની ધોબી પછાડ, 125 રૂપિયામાં 23 દિવસ સુધી સર્વિસ આપનાર Jio નો ધાંસૂ પ્લાન

Reliance Jio Recharge Plan: રિલાયન્સ જિયો દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની છે. તેના માલિક એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી છે. જિયોએ ભારતમાં ઈન્ટરનેટ વપરાશના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે અને દેશનું સૌથી મોટું નેટવર્ક બની ગયું છે. જિયોએ દેશના ખુણા-ખુણામાં ઈન્ટરનેટ પહોંચાડ્યું છે. જિયોના લોન્ચિંગ બાદ અનેક લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થઈ ગયા છે. આ સમયે જિયોની કમાન મુકેશ અંબાણીનો પુત્ર આકાશ અંબાણી સંભાળી રહ્યો છે. 

રિચાર્જ પ્લાન્સ

1/5
image

જિયો હંમેશા પોતાના યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે વિવિધ પ્લાન ઓફર કરે છે, જે અલગ-અલગ બેનિફિટ્સ સાથે આવે છે. આ બેનિફિટ્સ ડેટા અને વેલિડિટીના આધાર પર અલગ-અલગ હોય છે. 

 

જિયોનો પોર્ટફોલિયો

2/5
image

યૂઝર્સ પોતાની જરૂરીયાત પ્રમાણે પ્લાનની પસંદગી કરી શકે છે. જો તમે જિયોના પોર્ટફોલિયોને ધ્યાનથી જુઓ તો તમને એક એવો પ્લાન મળશે, જે ખુબ ઓછા ખર્ચમાં સારી સર્વિસ આપે છે. 

 

પ્લાનના ફાયદા

3/5
image

જિયોનો આ પ્લાન 125 રૂપિયાનો આવે છે અને યૂઝર્સને 23 દિવસની વેલિડિટી ઓફર કરે છે. આ પ્લાનમાં દરરોજ  0.5 GB હાઈ સ્પીડ ડેટા મળે છે. આ રીતે યૂઝર્સને કુલ 11.5 જીબી ડેટા આપવામાં આવે છે. 

 

અનલિમિટેડ કોલિંગ

4/5
image

આ પ્લાનની ખાસ વાત છે કે તે અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. એટલે કે તમે 23 દિવસ સુધી કોઈપણ નેટવર્ક પર કોઈ ચિંતા વગર વાત કરી શકો છો. સાથે યૂઝર્સને 300 એસએમએસ મળે છે. 

 

ખાસ ધ્યાન

5/5
image

બેનિફિટ્સ અહીં ખતમ થતાં નથી. જિયોના આ પ્લાનમાં યૂઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. પરંતુ ખાસ ધ્યાન રહે કે આ પ્લાન માત્ર જિયો ફોન યૂઝર્સ માટે છે.