PHOTOS: મંચ પર થયેલા તાયફાથી દુનિયા થઈ હતી સ્તબ્ધ, મિસિસ વર્લ્ડની આખરે પોલીસે કરી ધરપકડ

કેરોનિલ જૂરી વર્ષ 2019માં મિસિસ શ્રીલંકા બની હતી અને હાલના સમયમાં મિસિસ વર્લ્ડનો તાજ પણ તેના જ માથે છે. આવામાં તે આ વર્ષે મિસિસ શ્રીલંકા સ્પર્ધામાં જજ તરીકે સામેલ થઈ હતી. 

મિસિસ વર્લ્ડ કેરોનિલ જ્યૂરીની ધરપકડ

1/6
image

કોલંબો: મિસિસ વર્લ્ડ કેરોનિલ જ્યૂરીની શ્રીલંકામાં ધરપકડ કરાઈ છે. તે ગત વર્ષ એટલે કે 2019માં મિસિસ શ્રીલંકા બની હતી અને ત્યારબાદ તેણે આ સ્પર્ધાના વૈશ્વિક મંચ પર શ્રીલંકાને ઓળખ અપાવતા આ ટ્રોફી જીતી હતી. પરંતુ આ વર્ષે મિસિસ શ્રીલંકાની ફિનાલેમાં તેણે એવી તે ઉતાવળ કરી નાખી કે હવે તેની સાથે આખા શ્રીલંકાએ શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ્યું છે. 

ગેરસમજના કારણે બબાલ

2/6
image

વાત જાણે એમ હતી કે આ વર્ષે તેણે જ વિનર તરીકે મિસિસ શ્રીલંકાની સ્પર્ધાની વિનર તરીકે પુષ્પિકા ડી સિલ્વાનું નામ જાહેર થયું કર્યુ હતું. પરંતુ પછી તેને ખબર પડી કે પુષ્પિક ડી સિલ્વા આ તાજ માટે યોગ્ય નથી. કારણ કે તે ડિવોર્સી છે. આવામાં ખોટી જાણકારી પર ભરોસો મૂકતા તેણે મંચ પર જ પુષ્પિકા ડી સિલ્વા પાસેથી તાજ છીનવી લીધો હતો અને રનર અપ રહેલી સ્પર્ધકને તાજ પહેરાવી દીધો. 

મિસિસ શ્રીલંકાએ કેસ દાખલ કર્યો

3/6
image

આ ઘટના બાદ આયોજકોની ખુબ ટીકા થઈ હતી અને મિસિસ શ્રીલંકા ચૂંટાઈ આવેલી પુષ્પિકા ડી સિલ્વાએ કહ્યું હતું કે આ મામલે તે કાનૂની કાર્યવાહી કરશે. કારણ કે તેને માથા પરથી તાજ ઉતારતી વખતે ઈજા થઈ હતી. હવે આ મામલે શ્રીલંકાની પોલીસે કેરોનિલ જ્યૂરીની ધરપકડ કરી છે. 

આયોજકોએ માંગી હતી માફી

4/6
image

આ ઘટના બાદ મિસિસ વર્લ્ડના આયોજકોએ માફી માંગી અને કહ્યું કે તેમણે આ એવોર્ડ પુષ્પિકા ડી સિલ્વાને જ આપવાનો નિર્ણય કર્યો છે અને કહ્યું કે મિસિસ વર્લ્ડે મંચ પર જે કઈ કર્યું તેના માટે તેમને ખુબ ખેદ છે. આ માટે તેણે જાહેરમાં માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે પુષ્પિકા ડી સિલ્વા જ શ્રીલંકા તરફથી મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેશે. 

મિસિસ ઈન્ડિયા વર્લ્ડની ફિનાલેમાં પણ જજ તરીકે સામેલ

5/6
image

કેરોનિલ જ્યૂરી દુનિયાભરની બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લઈ ચૂકી છે. થોડા સમય પહેલા તેણે મિસિસ ઈન્ડિયા વર્લ્ડ ફિનાલેમાં પણ જજ તરીકે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ મુંબઈમાં યોજાયો હતો. અહીં તેણે વિજેતાને તાજ પણ પહેરાવ્યો હતો. 

વર્ષ 2020માં બની હતી મિસિસ વર્લ્ડ

6/6
image

અત્રે જણાવવાનું કે કેરોનિલ જ્યૂરી વર્ષ 2019માં મિસિસ વર્લ્ડ તરીકે પસંદ થઈ હતી. હાલના સમયમાં મિસિસ વર્લ્ડનો તાજ તેના જ સર પર છે. આવામાં તે આ વર્ષે મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં જજ તરીકે સામેલ થઈ હતી.