Bike પર મુસાફરીનો શોખ હોય તો તમારા પાર્ટનર સાથે અચૂક લેજો આ સ્થળોની મુલાકાત
નવી દિલ્હીઃ : જો તમને બાઈક પર ફરવાનો અને એડવેન્ચર કરવાનો શોખ છે, તો કેટલાક ખાસ સ્થળોની મુલાકાત તમને એક નવો અનુભવ થશે. તમે તમારા મિત્રો અથવા પાર્ટનર સાથે આ સ્થળોએ ફરવા ઝઈ શકો છો.
મહાબળેશ્વર, મહારાષ્ટ્ર
મહાબળેશ્વર જઈને તમે તમારી જાતને કુદરતની નજીક અનુભવશો. મહાબળેશ્વર મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં પશ્ચિમ ઘાટમાં સ્થિત એક હિલ સ્ટેશન છે. મહાબળેશ્વર તેની અસંખ્ય નદીઓ, અદભૂત ધોધ અને જાજરમાન શિખરો માટે પણ જાણીતું છે. પુણે અને મુંબઈથી મોટી સંખ્યામાં લોકો મહાબળેશ્વર વિકએન્ડમાં રિલેક્સ થવા આવે છે.
મોલ્લેમ, ગોવા
આ ગામ ગોવાની પૂર્વ સરહદ પર છે. અહીંના સુંદર ધોધ અને જંગલો તમને એક અલગ અનુભવ આપશે. અહીંથી નજીકનું નગર પોંડા (Ponda) છે, જે મોલ્લેમથી 29 કિમી દૂર છે. આ ગોવાનું મુખ્ય સ્થળ મોલ્લેમ ભગવાન મહાવીર અભયારણ્ય માટે પ્રખ્યાત છે, જે પહેલા મોલ્લેમ રમત અભયારણ્ય તરીકે જાણીતું હતું.
રણથંભોર
દિલ્લી-જયપુર રણથંભોર બાઈક પ્રવાસને Golden triangle tour કહેવામાં આવે છે. આ પ્રવાસમાં, તમે આ સ્થળોની ઐતિહાસિક ઈમારતો જોઈ શકશો અને ઘણા સુંદર સ્થળોએ ફરવાની મજા માણી શકશો. રણથંભોર પાર્કનું વાઈલ્ડલાઈફ એડવેન્ચર પણ તમારા માટે યાદગાર રહેશે.
કુન્નુર, તમિલનાડુ
નીલગિરિ પર્વતોમાં વસેલું આ સ્થળ ખૂબ જ સુંદર છે. જે તેની સંસ્કૃતિ અને સ્થાપત્ય માટે જાણીતું છે. નીલગિરિ પર્વતોથી ઘેરાયેલા કુન્નુરની રહસ્યમયી સુંદરતા તમને આકર્ષિત કરશે. કુન્નુરથી ઊંટી વચ્ચે ચાલતી ટોય ટ્રેનની મુસાફરી પ્રવાસીઓ માટે ખાસ અનુભવ સાબિત થાય છે.
કેરળ
કેરળનો બાઇક પ્રવાસ પણ તમને ખાસ અનુભવ આપશે. બાઈક પર કેરળ આવશો તો તમે લીલી કોફી અને ચાના બગીચાઓમાંથી પસાર થશો, જેનો અનુભવ આજીવન નહીં ભૂલી શકાય. આ સિવાય અહીંનો દરિયા કિનારો પણ તમારી મુસાફરીને વધુ ખાસ બનાવશે.
Trending Photos