સૌથી ખર્ચાળ લગ્ન : અંબાણીથી મિત્તલ સુધી, જાણી લો કયા અબજપતિઓએ કેટલા ખર્ચ્યા રૂપિયા

Most Expensive Wedding: ભારતીય લગ્નો મોટાભાગે વૈભવી અને લક્ઝરીથી ભરેલા હોય છે. ભોજનથી લઈને મોંઘી ગિફ્ટ્સ લગ્નને વધુ ખાસ બનાવે છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં એક સામાન્ય લગ્નમાં 5 થી 20 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

ભારતના અબજોપતિઓના લગ્નમાં અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ શું તમે ભારતના સૌથી મોંઘા લગ્નો વિશે જાણો છો, જે અબજોપતિઓએ કર્યા હતા. આવા જ કેટલાક લગ્નો વિશે અહીં માહિતી આપવામાં આવી છે.
 

1/5
image

વનિષા મિત્તલ અને અમિત ભાટિયાઃ વર્ષ 2004માં લક્ષ્મી મિત્તલની દીકરી વનિષાના લગ્ન યુકેના બિઝનેસમેન અમિત ભાટિયા સાથે થયા હતા. આ દંપતીએ વર્સેલ્સના પેલેસમાં ભવ્ય સમારંભમાં લગ્ન કર્યા હતા. આ સમયે તેમણે સૌથી મોંઘા લગ્નનો રેકોર્ડ બનાવ્યો હતો. આ માટે લગભગ 6 કરોડ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

2/5
image

ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લગ્નની ઉજવણી ઉદયપુર, ઈટલીના લેક કોમોમાં અને અંતે તેમના મુંબઈના નિવાસ સ્થાને થઈ હતી. લગ્નમાં મોટી-મોટી હસ્તીઓ હાજર રહી હતી.

3/5
image

બ્રાહ્મણી રેડ્ડી અને રાજીવ રેડ્ડીઃ જનાર્દન રેડ્ડીએ તેમની પુત્રીના લગ્નમાં રૂ. 500 કરોડનો ખર્ચ કર્યો હોવાનું કહેવાય છે. આ લગ્ન તેના અતિશય ખોટા ખર્ચ અને ભવ્યતાને કારણે ખૂબ ચર્ચામાં આવ્યા હતા. બેંગલુરુ પેલેસમાં પાંચ દિવસીય ઉત્સવ માટે 50,000 મુલાકાતીઓ હાજર હતા, જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ અને રાજકારણીઓનો સમાવેશ થાય છે.  

4/5
image

સોનમ વાસવાણી અને નવીન ફેબિયાની: સ્ટેલિયન ગ્રૂપના સ્થાપક અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક સુનીલ વાસવાણી સોનમ વાસવાણીના પિતા છે. તેમણે ઓસ્ટ્રિયાના વિયેનામાં એક શાહી રિટ્રીટમાં કમલ ફેબિયાનીના પુત્ર સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં 210 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

5/5
image

અદેલ સાજન અને સના ખાનઃ ડેન્યૂબ હોમના ફ્રન્ટમેન એડેલ સાજને ક્રૂઝ પર લગ્ન કર્યાં હતા. આ લગ્નમાં 100 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.