ગુજરાતના આ મંદિરમાં સાતમની પૂજા માટે દૂરદૂરથી આવે છે લોકો, માનતા રાખવાથી બાળકોની તકલીફો દૂર થાય છે

Morbi shitala mata temple હિમાંશુ ભટ્ટ/મોરબી : આજે શીતળા સાતમ નિમિતે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બિરાજતા શીતળા માતાજીના મંદિરે બાળકોને માતાજીનાં દર્શન કરાવવા માટે ઘણા દર્શનાર્થીઓ આવે છે અને ના માત્ર મોરબી પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મહિલાઓ પોતાના સંતાનોની તંદુરસ્તી માટે અહી આવે છે અને માનતાઓ પૂરી કરે છે. બાળકો માટે મંદિરના પટાંગણના મેળો યોજાય છે જેનો શીતળા માતાજીના મંદિરે આવતા ભક્તોને લાભ મળે છે.
 

બાળકોના દર્દ દૂર કરવા અહી આવે છે માતાઓ

1/5
image

શ્રાવણ મહિનો એટલે કે તહેવારનો મહિનો કહેવામાં આવે છે દરમ્યાન આજે શીતળા સાતમ હોવાથી ગામો ગામ શીતળા માતાજીના મંદિરે લોકો પોતાના નાના બાળકોને લઈને દર્શન કરવા માટે જતા હોય છે. તેવી જ રીતે મોરબીમાં વર્ષો પહેલા મચ્છુ નદીના કાંઠે પ્રગટ થયેલા શીતળા માતાજીના મંદિર ખાતે મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે. ખાસ કરીને નાના બાળકોને બોલવામાં કે પછી ચાલવામાં કોઈ તકલીફ હોય તો શીતળા માતાજીની માનતા રાખવાથી બાળકની તે તકલીફ દુર થાય છે. તેમજ ઓરી, અછબડા સહિતના રોગમાંથી પણ બાળકોને મુક્તિ મળે તે માટે માતાજીનાં દર્શન કરવા માટે મહિલાઓ બાળકોની સાથે આવે છે અને સાથે શ્રીફળ, કુલેર સહિતની પ્રસાદી પણ લાવતા હોય છે. આટલું જ નહિ મંદિરના પટાંગણમાં બેસીને મહિલાઓ શીતળા માતાજીની વાર્તાનું શ્રવણ પણ કરે છે.

મોરબીમાં 700 વર્ષ જૂનું શીતળા માતાનું મંદિર

2/5
image

મોરબીના મચ્છુ નદીના કાંઠે આવેલા 700વર્ષ પુરાણા પ્રાચીન શીતળા માતાના મંદિરનો અનોખો મહિમા છે. ખાસ કરીને શીતળા માતા પ્રત્યે મહિલાઓને વિશેષ અપાર શ્રદ્ધા છે. તેથી વર્ષોની પ્રણાલી મુજબ આજે શીતળા સાતમના દિવસે મહિલાઓનો આ મંદિરે મેળો ભરાયો છે. જેમાં હજારો મહિલાઓ પોતાના બાળકો સાથે ઉમટી પડી છે. માતાના દર્શન કરી જુદા જુદા પ્રસાદ ચઢાવીને પરિવારના કલ્યાણની પ્રાર્થના કરી હતી.

સ્વંભૂ પ્રકટ થયા હતા શીતળા માતા 

3/5
image

રામઘાટ પાસે મચ્છુ માતાના મંદિર સામે આવેલા શીતળા માતાના પ્રાચીન મંદિર વિદ્વશે એવી લોકવાયકા છે કે, આ મંદિર 700 વર્ષ પહેલા શીતળામાં , ધાસી માં, બલિયા દેવ અને રાતવેલીયાદેવ ની મૂર્તિ 700 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થઇ હતી આ દેવીદેવતાઓમાં ખાસ કરીને વર્ષોથી મહિલાઓમાં વિશેષ શ્રદ્ધા છે. બાળકોને ઓરી, અછબડા, આંખો આવવી સહિતના દર્દો હોય તો જુદી જુદી પ્રસાદી ચઢાવીને માનતા ઉતારાય છે. આ દેવી દેવતાઓની માનતા રાખવાથી કોઈપણ દર્દ મટી જતું હોવાની માન્યતા છે. આથી મહિલાઓ બાધા, આખડી, માનતા રાખીને શીતળા માતા સહિતના દેવી દેવતાઓને દર્દ પ્રમાણે જુદી જુદી ખાદ્યવસ્તુઓનો ભોગ ધરાવે છે. 

માનતા પ્રમાણે બાધા ઉતારે છે 

4/5
image

શીતળા સાતમે આ મંદિરમાં દર્શનનું અનેરું મહત્વ છે. વર્ષો થી શીતળા માતાના મંદિરે હજારો મહિલાઓ પોતાનો બાળકો સાથે ઉમટી પડે છે. આજે શીતળા સાતમના દિવશે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ દર્શન કરવા ઉમટી હતી અને રાખેલી માનતાઓ તથા બાધાઓ ઉતારે છે. શીતળા માતાને ચૂંદડી, સાકાર, પતાશા, નેણ, આંખ, હાથ પગ, ઘઉં, કુલેર સહિતની પ્રસાદી ચઢાવીને પોતાના પરિવારના રક્ષણની પ્રાર્થના કરી. તેમના બાળકોને મેળાની મોજ કરાવી હતી.

5/5
image