મોરબીની 'રાણીબા' : પગાર માગ્યો તો બેસાડ્યો ઘૂંટણિયે, લેડી ડોનને ચટાડ્યુ પગરખુ, ભાઈઓ સાથે મળી માર્યો માર

Morbi Lady Don Rani Ba હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબીની રાણીબા ઈન્ડસ્ટ્રીમાં કર્મચારીની પીટાઈના કેસમાં વિભૂતિ પટેલ સહિત 5 આરોપીઓએ આગોતરા જામીન માટે કરી અરજી,,, 12 આરોપીઓ સામે ફરિયાદ નોંધાતાં રાણી ડોન ઊતરી ગઈ છે ભૂગર્ભમાં. ચકચારી કેસમાં રાણીબા કેસને લઈને મોટા સમાચાર. રાણીબા સહિતના પાંચ આરોપીઓની આગોતરા જામીન માટે અરજી મુકાઈ. મોરબીની કોર્ટમાં આરોપીના વકીલ મારફતે અરજી મૂકાઈ. ગઈકાલે જ આગોતરા જામીન માટેની અરજી હિયરિંગ હાથ ધરાઇ તેવી શક્યતા છે.

1/16
image

અસામાજિક તત્વો દરેશ શહેર, ગામમાં રહેલા છે... આવા તત્વોના કાંડ એવા હોય છે શહેરીજનો કે ગ્રામજનો દરેક તેમનાથી ત્રાહિમામ પોકારી ઉઠે છે... તેવામાં દિવસને દિવસે ગુજરાતમાં હવે લેડી ડોનની પણ સંખ્યા વધી રહી છે... આ વખતે પોતાની હરકતના કારણે રાણીબા નામની મોરબીની લેડી ડોન ચર્ચામાં આવી છે.

2/16
image

રાણીબા ઉર્ફે વિભૂતી પટેલ જે પોતાને લેડી ડોન ગણાવે છે... તે મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે... અને તેને ત્યાં અનેકો લોકો કામ કરે છે... આવી જ રીતે નિલેશ દલસાણીયા નામનો યુવક પણ વિભૂતીને ત્યાં નોકરી કરતો હતો...   

3/16
image

નિલેશ 2 ઓક્ટોબરના રોજ રાણીબા ઈન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ લાગ્યો હતો... 18 ઓક્ટોબરે તેને નોકરીએ આવવા માટે ના પાડી દેવામાં આવી હતી... જે પછી 5 નવેમ્બરના રોજ નિલેશનો પગાર આવ્યો ન હતો... જેથી તેણે 6 નવેમ્બરે રાણીબાને પગાર અંગે ફોન કર્યો હતો... જેથી નિલેશને ઓફિસે આવવા માટે જણાવવામાં આવ્યું હતું

4/16
image

નિલેશ પોતાના પાડોશી સાથે ઓફિસે ગયો હતો... જ્યાં પહેલાં તો નિલેશના પાડોશીને મારીને ભગાવી દેવામાં આવ્યો હતો.. જે પછી કેટલાક શખ્સોએ નિલેશને વાળ પકડીને મોઢા પર ફડાકા માર્યા હતા... અને પછી તેને ઓફિસની છત પર લઈ ગયા હતા.. ત્યાં વિભૂતિ પટેલ દ્વારા તેને ઢોર માર મરાયો હતો... આ ઉપરાંત પીડિતના મોઢામાં વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ લેવડાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો....

5/16
image

ઘટના અંગે પીડિત નિલેશે પહેલાં કંઈ કહ્યું નહોતું... જે પછી યુવકના શરીરના પીડા થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

6/16
image

હાલ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાણીબા ઈન્ડસ્ટ્રીઝના માલિક વિભુતિ પટેલ તથા અન્ય 6 જેટલા શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હઠળ ફરિયાદ નોંધાવી છે... જેથી પોલીસે પણ આ કેસ અંગે તપાસ શરૂ કરી છે તેવું મોરબીના ડીવાયએસપી પીએ ઝાલાએ જણાવ્યું.

7/16
image

મહત્વનું છે કે, આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે... અનુસૂચિત જાતિના લોકોમાં ધટનાને લઈને આક્રોશ છે... આ ઘટનાને પગલે રાણીબા એક્સપોર્ટ પેઢીની સંચાલિકા સહિત છ સામે FIR નોંધાઈ છે... ત્યારેસ ઘટનાને ધ્યાને રાખી અનુસૂચિત સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે.

8/16
image

કંપનીની સંચાલિકા સહિતના શખ્સો સામે કાર્યવાહીની ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે.... સમગ્ર ઘટનાના પગલે અનુસૂચિત જાતિના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા... અને કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

9/16
image

ઉલ્લેખનિય છે કે, પોલીસ ફરિયાદ નોંધાતા જ પોતાને લેડી ડોન ગણવાતી વિભૂતી પટેલ ઉર્ફે રાણીબા ડરી ગઈ છે... અને પોલીસ પકડી જશે તેની બિકે આમ તેમ ભાગી રહી છે... જે વાતની પુષ્ટી પોલીસે પણ કરી છે.

10/16
image

આરોપીઓ દ્વારા નિલેશને બેફામ માર મારવામાં આવતા હાલ મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે... નિલેશએ મોરબી એ ડિવિઝન પોલીસમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે... અને પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

11/16
image

જોકે હાલ ખુદને લેડી ડોન ગણાવતી રાણીબા ફરાર થઈ ગઈ છે.... તેવામાં મોરબી પોલીસ રાણીબા સહિતના આરોપીઓને ક્યારે પકડી પાડે તે જોવાનું રહેશે.

12/16
image

13/16
image

14/16
image

15/16
image

16/16
image