ભમરડા, લખોટી, દોરડાકૂદ, ટાયર, કેરમ, ખોખો... યાદ આવી ગયું બાળપણ, PHOTOS

મોરબી લોકજાગૃતિના કાર્યોમાં કાયમ અગ્રેસર રહેતી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે મોરબીમાં ફન સ્ટ્રીટનું આયોજન કર્યું હતું. દોઢ કલાક માટે યોજાયેલ ફન સ્ટ્રીટમાં નાના બાળકોથી લઇને વૃદ્ધોએ પણ ભાગ લીધો હતો. કમ્પ્યુટર અને મોબાઇલના યુગમાં નાના બાળકો શેરી રમતથી દૂર થઇ ગયા છે તે માટે ફન સ્ટ્રીટમાં શેરી રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભમરડા, લખોટી, દોરડાકૂદ, ટાયર ફેરવવા, કેરમ, ખોખો સહિતની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જુદી જુદી 20 જેટલી રમતમાં લોકોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. ત્યારે નગરજનોનો સારો પ્રતિસાદ મળે તો દર અઠવાડિયે ફન સ્ટ્રીટનું આયોજન કરવાનું યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા નક્કી કરાયું છે. 

1/3
image

આજના મોબાઈલ યુગમાં શેરી રમતો ભુલાઈ છે ત્યારે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફનસ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા અબાલ વૃદ્ધ સહિતના મોટી સંખ્યામાં આવ્યા હતા અને ભમરડા, લખોટી, દોરડા કુદ, ટાયર ફેરવવા, કેરમ, ખોખો સહિતની જુદી - જુદી ૨૦ જેટલી રમતો રમવાની મજા નગરજનોએ માણી હતી

2/3
image

 મોરબીમાં લોક જાગૃતિના કાર્યોમાં હર હમેશ મોખરે રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજથી શનાળા રોડ પર આવેલ જીઆઈડીસીના રોડ પર ફનસ્ટ્રીટ શરુ કરવામાં આવી છે જેમાં સવારે ૮.૩૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી બાળકોથી માંડી આબાલ વૃધ્ધ સૌ કોઈ વર્ષો પહેલા શેરીઓમાં રમતી રમત રમ્યા હતા. શેરીઓમાં રમતી રમતોમાં  લખોટી, ટાયર ફેર, દોરડા ખેચ, ખો- ખો, કબડ્ડી, ડાન્સ, દોરડા કુદ, સ્કેટિંગ, નાગોલ, મ્યુઝિક ચેર, કરાટે, સાયકલિંગ, લાઈવ સ્કેચ, લાઈવ ટેટ, જમ્બો સાયસીડી, કોથળા દોડ, આર્ટ એન્ડ ક્રાફટ સહિત ૨૦ જેટલી રમતો રમાડવામાં આવી હતી. જે રમવા માટે અને માણવા માટે મોરબીના જુદાજુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

3/3
image

શેરીઓમાં રમાતી જુની રમતોમાં બાળપણની જે મજા અને નિજાનંદ રહેલો છે તે આજે મોબાઇલ ગેમ્સના કારણે બાળકો માણી શકતા નથી. ત્યારે રાજકોટમાં જે રીતે વર્ષોથી ફનસ્ટ્રીટનું આયોજન થાય છે, તેવી જ રીતે મોરબીમાં પણ યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જો નગરજનો તરફથી સારો સહકાર મળે તો દર અઠવાડિયે આવી જ રીતે ફન સ્ટ્રીટનું આયોજન કરવાની આ ગ્રુપની તૈયારી છે તેવું તેમણે જણાવ્યું.