સોમનાથમાં રાત્રે 12ના ટકોરે અલૌકિક ઘટના બની, ભગનાથ ભોળાનાથે ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું

ગઈકાલે કાર્તિકી પુર્ણિમા (Kartik Poornima) એટલે કે ત્રીપુરારી પુનમ હતી. ત્યારે હજારો યાત્રિકો સોમનાથ મહાદેવ (Somnath Temple) ના ચરણે પહોંચ્યા હતા. ભક્તો મધ્ય રાત્રિએ સોમનાથમાં મહાઆરતી અને મંદિરના માથે બિરાજેલા ચંદ્ર (Moon) ના દર્શન કરી ધન્ય બન્યા હતા. ગઈકાલે રાત્રે કૃતિકા નક્ષત્રમાંથી પસાર થતાં ચંદ્રદેવ સોમનાથ મહાદેવના શિખર પર શોભાયમાન બન્યા, ત્યારે આ અલૌકિક ઘટના નિહાળી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. 

હેમલ ભટ્ટ/ગીર :ગઈકાલે કાર્તિકી પુર્ણિમા (Kartik Poornima) એટલે કે ત્રીપુરારી પુનમ હતી. ત્યારે હજારો યાત્રિકો સોમનાથ મહાદેવ (Somnath Temple) ના ચરણે પહોંચ્યા હતા. ભક્તો મધ્ય રાત્રિએ સોમનાથમાં મહાઆરતી અને મંદિરના માથે બિરાજેલા ચંદ્ર (Moon) ના દર્શન કરી ધન્ય બન્યા હતા. ગઈકાલે રાત્રે કૃતિકા નક્ષત્રમાંથી પસાર થતાં ચંદ્રદેવ સોમનાથ મહાદેવના શિખર પર શોભાયમાન બન્યા, ત્યારે આ અલૌકિક ઘટના નિહાળી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. 

1/3
image

કાર્તિકી પૂનમના દિવસે રાત્રે 12 કલાકે કૃતિકા નક્ષત્રમાંથી ચંદ્ર પસાર થાય છે. ત્યારે વર્ષમાં એક જ વખત ભગવાન સોમનાથ ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. રાત્રે 12ના ટકોરે આ દ્રશ્ય અલૌકિક તેમજ અદભૂત બની રહ્યું હતું. ચંદ્ર મહાદેવ ઉપર બિરાજે છે ત્યારે રાત્રિએ સોમનાથ મંદિરમાં આરતી થાય છે.

2/3
image

સોમનાથ મંદિર ખાતે કાર્તિકી પૂર્ણીમાની ઉજવણી થાય છે. જેમાં પાંચ દિવસના લોક મેળાનું આયોજન થતું હોય છે. તેમજ આ પાંચેય દિવસ મોડા સુધી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવે છે. તેમજ કાર્તિકી પૂનમની મધ્ય રાત્રિના ખાસ મહાપુજા અને મહાઆરતી રાખવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ મુજબ, દેવોની દિવાળી તરીકે આ રાત્રીની ઉજવણી થાય છે. આ દિવસે ભગવાન શિવજીએ ત્રિપુરા નામના રાક્ષકનો વધ કર્યો હતો.

3/3
image

કાર્તિકી પૂનમના દિવસે ખાસ ભગવાન સોમનાથ ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. શાસ્ત્રોક્ત રીતે જ્યારે ચંદ્રમાં ભગવાન ભોળાનાથ ઉપર બિરાજે છે ત્યારે થોડીક ક્ષણો માટે અમૃતની વર્ષા થતી હોવાની આસ્થા છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષો અનેક શિવભકતો દૂરદૂરથી આવીને આ મધ્યરાત્રિએ સોમનાથ ખાતે અચૂક આવે છે.