ગુજરાતમાં આ સ્થળે થંડર સ્ટોમ એક્ટિવિટી! એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય, ચારેયકોર ફરી વળશે પાણી
Ambalal Patel: જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી જણાવી છે.
Gujarat Rainfall Update: ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને ઘાતક આગાહી સામે આવી છે. એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ સક્રીય થયા હોવાથી સ્થિતિ વિકટ બની શકે છે. જાણીલો હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી...
ગુજરાત પર મંડરાઈ રહી છે થંડર સ્ટોમ એક્ટિવિટીનું સંકટ. અચાનક વધી શકે છે પાણીનો ફ્લો અને ઉભી થઈ શકે છે પૂરની સ્થિતિ. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યુંકે, હાલ દરેકે સતર્ક રહેવાની જરૂર છે. કારણકે, એક સાથે રાજ્યમાં બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. આ સ્થિતિ કંઈક નવાજૂની કરી શકે છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યા કેવો વરસાદ રહેશે તે અંગે પણ અંબાલાલ પટેલે મહત્ત્વની આગાહી કરી છે. તેમણે કહ્યું છેકે, હાલ ભલે થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઘટી હોય પણ હજુ વરસાદનો ધુઆંધાર રાઉન્ડ બાકી છે. ગુજરાતમાં આગામી 8 અને 9 ઓગસ્ટના રોજ સુરત, નવસારી વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
થંડર સ્ટોમ એક્ટિવિટીના લીધે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ,દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છેકે, ગુજરાતમાં સક્રિય બનેલા થંડર સ્ટ્રોમની સ્થિતિને કારણે સ્થિતિ વિકટ બની શકે છે. કારણકે, આ થંડર સ્ટોમ એક્ટિવિટીના લીધે ગુજરાતમાં 45 થી 50ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ગુજરાતમાં 8 તારીખથી લઈને 30 ઓગસ્ટ સુધીના વરસાદની આગાહીઓ અને અનુમાનો કરી દેવામાં આવ્યાં છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતું. વધુમાં એમણે જણાવ્યુંકે, 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ ચડે ત્યા વરસાદ પડવાની સંભાવના છે.
Trending Photos