આજનો દહાડો સાચવી લેજો! હવામાન વૈજ્ઞાનિકની આગાહી જાણી બેસી જશે છાતીના પાટીયા

Gujarat Weather Update: ગુજરાતમાં હવે માહોલ  બદલાઈ ચુક્યો છે. હવે ગરમી ગઈ અને વરસાદ શરૂ...ઉનાળોને બાય..બાય અને ચોમાસાનું વેલકમ...વિશ્વાસ ના આવતો હોય તો તમારા ઘર કે ઓફિસની બારી ખોલીને ચેક કરી લેજો, માહોલ આપોઆપ વાતાવરણની ચાડી ખાઈ જશે...જાણો હવામાન વૈજ્ઞાનિકની હોશ ઉડાડી દે તેવી આગાહી...

વરસાદ અંગે શું કહે છે અંબાલાલ પટેલ?

1/7
image

રથયાત્રા અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે. અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. 6 અને 7 તારીખમાં હવાના હળવા દબાણના કારણે 7 થી 14 જૂલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. 11 જુલાઈએ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. આગામી 7 જૂલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 15 જૂલાઈ ડિપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે. 17 થી 19 જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ છે. 25 જૂલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે, જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે. 

આ સિસ્ટમ વધુ એક્ટિવ થઈ તો ગુજરાતનું આવી બન્યું સમજોઃ

2/7
image

ગુજરાતમાં વરસાદ વરસાવે એવી ચાર સિસ્ટમ સક્રિય છે. દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જ્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે કચ્છ નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ સાથે રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી છે અને રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ સુધી ટ્રફ લાઈન છે. આ સિસ્ટમોને કારણે ગુજરાતમાં અત્યંત ભારેથી ભારે વરસાદની સંભાવના છે. તે સિવાય અન્ય 25 જેટલા રાજ્યમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતના માછીમારો માટે આગામી પાંચ દિવસ ભારેઃ

3/7
image

ગુજરાતના માછીમારો માટે હજુ 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે ગુરુવારે ગુજરાતના 113 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ નર્મદાના તિલકવાડા અને બનાસકાંઠાના વડગામમાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. 

4/7
image

દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. ગત જુન મહિનામાં 12 ટકા વરસાદની ઘટ રહી હતી. જુન મહિનામાં 118 mm વરસાદ હોવો જોઈતો હતો. તેની સામે 104 mm વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી-

5/7
image

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી ,જૂનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે. તેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 

6/7
image

હવામાન વિભાગના નિષ્ણાતના મતે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, નર્મદા, સુરત નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. શનિવારથી બુધવાર (6ઠ્ઠી જુલાઈથી 10મી જુલાઈ) સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.

7/7
image

Gujarat Rainfall: ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. એક બાદ એક મેઘરાજા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધુઆંધાર બેટિંગ કરી રહ્યાં છે. વર્લ્ડ કપમાં ભલે અમેરિકાની ખરાબ પીચ પર બેટ્સમેનોને સારી બેટિંગની તક ના મળી હોય, પણ આ ચોમાસામાં મેઘરાજા તો બરાબરની ધુઆંધાર બેટિંગના મૂડમાં છે. એમાંય મેઘરાજા માટે ગુજરાતની પીચ જબરદસ્ત છે...હવામાન વિભાગ હોય, આગાહીકાર અંબાલાલ હોય કે પછી પરેશ ગોસ્વામી હોય કે, હવામાન નિષ્ણાત અને વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ હોય સૌ કોઈ આ ચોમાસામાં ગુજરાતમાં મેઘરાજાની ધુઆંધાર ઈનિંગની જ આગાહી કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે, હવામાન વિભાગની તો, અહીંના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે શુક્રવાર આખા દિવસ માટે ભારે વરસાદની આગાહી આપી છે.