યુક્રેનની 'મિસ યુનિવર્સ'એ રશિયન સેના સામે લડવા માટે ઉપાડી બંદૂક! સત્ય જાણો

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે યુક્રેનના ઘણા નાગરિકોએ દેશની રક્ષા માટે શસ્ત્રો ઉપાડ્યા છે. પુરૂષોની સાથે-સાથે ઘણી મહિલાઓ અને સેલિબ્રિટીઓ પણ યુદ્ધમાં યોગદાન આપી રહી છે. આ દરમિયાન સમાચાર આવ્યા કે યુક્રેનની સૌથી સુંદર મહિલા અને પૂર્વ મિસ યુક્રેન અનાસ્તાસિયા લેનાએ પણ બંદૂક હાથમાં લીધી છે, પરંતુ આ સત્ય નથી. તેમણે આ મામલે સ્પષ્ટતા કરી છે.

યુક્રેનની સેનામાં જોડાઈ નથી મિસ યુક્રેન

1/5
image

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અનાસ્તાસિયા લેના યુક્રેનની સેનામાં સામેલ થવાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ અનાસ્તાસિયા લેનાએ પોતે આનો ઇનકાર કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી, જેમાં તેણે લખ્યું કે હું એક સામાન્ય માણસ છું, સૈન્યમાં જોડાઈ નથી.

એનાસ્તાસિયાએ કરી સ્પષ્ટતા

2/5
image

સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં તેણે લખ્યું કે, 'જે કોઈ કબજાના ઈરાદા સાથે યુક્રેનની સરહદમાં પ્રવેશ કરશે, તેને મારી નાખવામાં આવશે. પરંતુ અનાસ્તાસિયા લેનાએ નકારી કાઢ્યું કે તે સૈન્યમાં જોડાઈ છે.

'નાટોએ યુક્રેનને અરજી કરવી જોઈએ'

3/5
image

અનાસ્તાસિયાએ અન્ય એક પોસ્ટમાં મજાકમાં કહ્યું કે 'અમારી (યુક્રેન) સેના જે રીતે લડી રહી છે, નાટોએ યુક્રેનમાં જોડાવા માટે અરજી કરવી જોઈએ.

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને સાચા અને મજબૂત નેતા કહ્યા

4/5
image

અનાસ્તાસિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનો સૈનિકો સાથે ચાલતો ફોટો પણ શેર કર્યો હતો અને તેમને "સાચા અને મજબૂત નેતા" તરીકે વર્ણવ્યા હતા.

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ

5/5
image

તમે જણાવી દઇએ કે, અનાસ્તાસિયાના ઇન્સ્ટાગ્રામ પર 75,000 ફોલોવર્સ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.