મિનીએચર આર્ટ: હથેળીમાં સમાયા વડોદરાના ફેમસ યુનાઇટેડ વેના ગરબા

આ કલાકારે મિનીએચર સાઇઝમાં નવરાત્રીની અલગ અલગ ઝાંખીની રચના કરી છે. જેમાં વડોદરાના ફેમસ યુનાઇટેડ વેના ગરબા, ઢોલને ધબકારે ગરબા રમતી મહિલાઓ, માતાજીના દીવડા ફરતે ગરબા રમતી નવદુર્ગા, ઉપરાંત લક્ષ્મીજી,દુર્ગા પૂજા, ફૂલ ગરબો વગેરેની ઉમદા પ્રતિકૃતિઓની રચના કરી છે.

દુષ્યંત કર્નલ, અમદાવાદ: નવરાત્રીના આ પવિત્ર પર્વની ભક્તો આખા વર્ષ દરમ્યાન રાહ જોઇને બેઠા હોય છે. પરંતુ કોરોના રૂપી મહામારીએ વિશ્વ આખામાં કેર વર્તાવી દીધો છે. ત્યારે સરકારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લેતાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાઇ તે માટે પ્રતિબંધ મુક્યો છે, જેના લીધે ગરબા રસિકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા કલાકાર મુકેશ પંડયા ખુબ જ ઉત્સાહ પૂર્વક અનોખી રીતે નવરાત્રી ઉજવી રહ્યા છે. 

 

વડોદરાના ફેમસ યુનાઇટેડ વેના ગરબા

1/10
image

ગુજરાતની સાંસ્કૃતિક નગરી વડોદરા તેના સાંસ્કૃતિક વારસા માટે જાણીતી છે. વડોદરાનું યુનાઇટેડ વે ટ્રસ્ટ વિશ્વના સૌથી મોટા ગરબાનુ આયોજન કરે છે. 50 હજાર ખૈલૈયાઓ ગરબા રમતા હોવાનો દાવો કરવામા આવે છે. અહીં દેશ વિદેશથી ખૈલૈયાઓ ગરબા રમવા આવે છે. 

ઢોલને ધબકારે ગરબા રમતી મહિલાઓ

2/10
image

આ કલાકારે મિનીએચર સાઇઝમાં નવરાત્રીની અલગ અલગ ઝાંખીની રચના કરી છે.જેમાં ઢોલને ધબકારે ગરબા રમતી મહિલાઓની મિનીએચર આર્ટ તૈયાર કરી છેેે.

માતાજીના દીવડા ફરતે ગરબા રમતી નવદુર્ગા

3/10
image

આ મિનીએચર આર્ટમાં માતાજીના દીવડા ફરતે ગરબા રમતી નવદુર્ગા જોવા મળે છે. આ સુંદર કલા દરેકનું મનમોહી લે છે.

નવરાત્રીની અલગ અલગ ઝાંખી

4/10
image

આ કલાકારે મિનીએચર સાઇઝમાં નવરાત્રીની અલગ અલગ ઝાંખીની રચના કરી છે. જેમાં વડોદરાના ફેમસ યુનાઇટેડ વેના ગરબા, ઢોલને ધબકારે ગરબા રમતી મહિલાઓ, માતાજીના દીવડા ફરતે ગરબા રમતી નવદુર્ગા, ઉપરાંત લક્ષ્મીજી,દુર્ગા પૂજા, ફૂલ ગરબો વગેરેની ઉમદા પ્રતિકૃતિઓની રચના કરી છે.

ફૂલ ગરબો

5/10
image

નવરાત્રિ દરમિયાન માતાજીનો ગરબો લઇને ગરબે ઘૂમવાની પ્રથા હોય છે. મુકેશ પંડ્યાએ ફૂલ ગરબો લઇને ગરબે રમતી મહિલાની ઉમદા પ્રતિકૃતિઓની રચના કરી છે. 

પ્રાપ્ત થાય છે અનોખી ઉર્જા

6/10
image

તેમના જણાવ્યા અનુસાર આ પ્રકારની રચના કરતી વખતે એક અલગજ પ્રકારની ઉર્જા પ્રાપ્ત થાય છે. એક કલાકારની આવી રચનાઓનું સર્જન એ પણ એક પ્રકારની ભક્તિ અને આરાધના જ કહેવાય તેવું તેમનું માનવું છે.

સર્વધર્મ સમભાવની ભાવના

7/10
image

છેલ્લા ચારેક વર્ષથી મુકેશ પંડયા દરેક ભારતીય તહેવારોને તેમની આ કળામાં કંડારતા આવે છે જેમાં દરેક ધર્મના તહેવારો સામેલ છે. આ ઉપરાંત ભારતના રાષ્ટ્રીય તહેવારોને પણ તેમણે તેમની કલામાં ઉમદા રીતે દર્શાવ્યા છે.

આંગળીના એક વેઢા જેટલી મીનીએચર આર્ટ

8/10
image

મુકેશભાઇ મીનીએચર આર્ટમાં દિવાસળી તથા ભરતકામની દોરીનો ઉપયોગ કરે છે. તેની ઉંચાઇ 20 એમ.એમ એટલે કે આંગળીના એક વેઢા જેટલી હોય છે.

રાવણ વધ

9/10
image

દશેરા નિમિતે રાવણ વધ પણ આ કલાકાર ભૂલ્યા નથી. તો કોરોના વોરીયર્સ ને જ્યોત  ધરવાનું પણ ભૂલ્યા નથી. હથેળી ઉપર ગણેશ વિસર્જનના ઝુલુસની ઝાંખી કરાવતા લાયન્સ ક્લબ અમદાવાદ દ્વારા સ્પેશ્યલ એવોર્ડ પણ મેળવી ચુક્યા છે.

શોખ બડી ચીઝ હૈ

10/10
image

મુકેશભાઇ પંડ્યા મનીએચર આર્ટ, પેપર આર્ટ તથા રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારો તથા અવનવા વિષય પર કાર્ટૂન બનાવવા, માટીકામ, ઐતિહાસિક સિક્કાઓનો સંગ્રહ, ફોટો, એક્ટિંગ, પેપરકાર વિંગનો શોખ ધરાવે છે.