Milk Purity Test: તમે દૂધ પીવો છો કે ડિટર્જન્ટનું પાણી ? ઘરે આવતું દૂધ શુદ્ધ છે કે નહીં ચેક કરવા અપનાવો આ ટ્રિક
How to Check Adulteration of Milk: દૂધનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. ઘરમાં નાના-મોટા સૌ કોઈ અલગ અલગ દૂર રીતે દૂધનું સેવન કરે છે.. દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે કારણ કે તેમાં દરેક પ્રકારના પોષક તત્વો હોય છે. ઘરમાં નાનુ બાળક હોય તો માતા-પિતા ઈચ્છે કે તે દિવસ દરમિયાન એક કે બે ગ્લાસ દૂધ પીવે. જેથી તેનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય. પરંતુ આવું ત્યારે થાય છે જ્યારે જે દૂધ વાપરવામાં આવે છે તે શુદ્ધ હોય.
શુદ્ધ દૂધ
આજના સમયમાં કપડાં ધોવાના ડિટર્જન્ટ પાવડરથી મિલાવટી દૂધ બનાવવાનું પ્રમાણ વધી ગયું છે. આવું દૂધ પીવાથી શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે. આવું દૂધ પીવાથી પાચન ખરાબ થાય છે અને મગજ પર પણ અસર થાય છે. તેથી આજે તમને ત્રણ એવી ટ્રિક જણાવીએ જેની મદદથી તમે જાણી શકો છો કે ઘરે આવતું દૂધ શુદ્ધ છે કે નહીં.
દૂધમાં ફીણાં
ડિટર્જન્ટ વાળા દૂધની ઓળખ કરવા માટે બે અલગ અલગ પ્રકારના દૂધ લેવા. હવે બંનેને અલગ અલગ ગ્લાસમાં ભરો. બંને દૂધને એક મિનિટ સુધી ચમચીથી બરાબર હલાવો. દૂધ હલાવો અને તેની ઉપર ફીણ બનવા લાગે તો સમજી લેવું કે તેમાં ડિટર્જન્ટ છે. જો દૂધ શુદ્ધ હશે તો ગ્લાસમાં ફીણાં બનશે નહીં.
દૂધને ઘાટું કરતું કેમિકલ
માલ્ટોડેક્સટ્રિન એવું કેમિકલ છે જે ખાવા પીવાની વસ્તુઓને ઘટ્ટ બનાવવા માટે વપરાય છે. દૂધને ઘાટું કરવા માટે આ કેમિકલ તેમાં ઉમેરવામાં આવે છે. આ કેમિકલની ઓળખ કરવા માટે 5 ml દૂધનું સેમ્પલ લેવું અને તેમાં 2 ml આયોડિન સોલ્યુશન મિક્સ કરો. જો દૂધમાં કેમિકલ હશે તો દૂધનો રંગ ડાર્ક બ્રાઉન અથવા તો લાલ થઈ જશે.
દૂધમાંથી ખાટી સ્મેલ
માર્કેટમાં એવા દૂધ પણ મળે છે જેમાં લેક્ટિક એસિડ વધારે માત્રામાં હોય. આવા દૂધને ઓળખવા માટે દૂધનું 5 ml નું સેમ્પલ ટેસ્ટીંગ ટ્યુબમાં ભરો. હવે આ ટ્યુબને ઉકળતા પાણીમાં પાંચ મિનિટ સુધી રાખો. પાંચ મિનિટ પછી ટ્યુબને હલાવ્યા વિના બહાર કાઢો. જો દૂધમાંથી ખાટી સ્મેલ આવવા લાગી હોય અને તેની ઉપર દહીં જેવું પળ જામી ગયું હોય તો દૂધ મિલાવટી હશે.
Trending Photos