કોઈ ગમે તે કહેતું હોય, આ આગાહી કંઈક અલગ જ સૂચવે છે! શું ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી?

Gujarat Weather Report: ગુજરાતમાં વરસાદને લઈ મહત્ત્વપૂર્ણ આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

1/7
image

હાલ, સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ પડવાની સંભાવનાઓ ઓછી છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 1.4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે કે આગામી સાત દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા જ નથી. પરંતુ હા...રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય 661 mm વરસાદની સામે 969 mm વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી ગુજરાતમાં 47 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. 

2/7
image

સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધી 75 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હાલમાં ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. રાજસ્થાનમાં હાલ એક સિસ્ટમ સક્રિય રહેતા આજ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં 34 ડિગ્રી તાપમાન રહ્યું છે.

3/7
image

ગુજરાતમાં હાલ ભલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હોય, પરંતું 15 તારખથી મોટું પશ્ચિમી વિક્ષેભ આવી રહ્યું છે, જેની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ આવશે, હવામાન વિભાગની આગાહી કહી છે કે, હેવ વરસાદની ગતિ ધીમી પડશે, તો શું ચોમાસા તેના અંત તરફ જઈ રહ્યો છે. તો બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે, સપ્ટેમ્બરના અંતમાં ગાજવીજ સાથે વરસાદ આવશે. 

4/7
image

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની સંભાવના છે. ધીરે ધીરે હવે વરસાદીની ગતિ ધીમી પડશે. રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતાં બફારો અનુભવાય છે.  

5/7
image

અંબાલાલ પટેલે કહ્યું કે, હજુ પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. 13 સેપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે. તે પછી બંગાળ ઉપ સાગરમાં બનતી સિસ્ટમો અને દક્ષિણ ચીનમાં બનતા ચક્રવાતના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા સાગર વધુ સક્રિય થશે. 

6/7
image

રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ તારીખ 13 સપ્ટેમ્બરથી પડી શકે છે. 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તો પંચમહાલ, સાબરકાંઠા, ભારે વરસાદની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં હળવોથી ભારે વરસાદ થઈ શકે છે. 

7/7
image

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 27 સેપ્ટમ્બર થી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. 10 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. નવરાત્રિ દરમિયાન છૂટો છવાયો વરસાદ આવશે.