Men Health: જો આ 4 આદત હોય તો આજે જ છોડી દો, પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટાડી નાખે છે
Men Health Tips: શું તમને ખબર છે કે તમારી કેટલીક ખોટી આદતો તમને ભારે પડી શકે છે? જી હા... બિલકુલ સાચી વાત છે. કેટલીક ખોટી વાત પુરુષોના સ્પર્મ કાઉન્ટ પર ખરાબ રીતે અસર કરી શકે છે. વધુ તણાવ અને ખોટી લાઈફ સ્ટાઈલના કારણે તમારી પ્રજનન ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. આથી તમારી કેટલીક ખોટી આદતો આજે જ છોડી દેવી જોઈએ.
જે પુરુષો વધુ સિગરેટ પીવે છે તેમના સ્પર્મની સંખ્યા પર તેની અસર પડે છે. આથી સિગરેટ પીવાની આદત આજે જ છોડી દો.
દારૂ, તમાકુનું સેવન પુરુષો માટે હાનિકારક નીવડી શકે છે. દારૂનું વધુ સેવન કરવાથી ટેસ્ટોસ્ટેરોન પર પ્રભાવ પડે છે. તેના કારણે પુરુષોના સ્પર્મ કાઉન્ટ ઉપર પણ અસર પડે છે.
રાતે મોડા સૂવાના કારણે તમને તણાવ અને મોટાપાની સમસ્યા થઈ શકે છે. જેના કારણે સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ શકે છે. આથી રાતે મોડેથી સૂવાની આદત આજે જ બદલી નાખો.
કસરત ન કરવાના કારણે તમારે મોટાપાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મોટાપાના કારણે તમારા સ્પર્મ કાઉન્ટની ગતિશીલતા ધીમી થઈ જાય છે. આથી પુરુષોએ રોજ કસરત કરવી જોઈએ.
શું તમને પણ વાતે વાતે તણાવ થઈ જાય છે તો સાવધાન થઈ જાઓ. કારણ કે પુરુષોમાં તણાવના કારણે પણ સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ શકે છે. આથી તમે આજથી જ ખુશ રહેવાની કોશિશ કરો અને તણાવથી દૂર રહો.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos