રશિયા વિરુદ્ધ 'યુદ્ધ નાયક' બન્યો યુક્રેની ડોગ, અનેક લોકોની જિંદગી બચાવી, ઝેલેન્સ્કીએ સન્માન કર્યુ
Patron heroic bomb sniffing Ukrainian dog: કુતરા ખરેખર મનુષ્યના સાચા મિત્ર હોય છે તે ફરી સાબિત થઈ ગયું છે. યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે પણ એક કુતરાએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. ત્રણ મહિનાથી ચાલતા યુદ્ધ વચ્ચે કીવથી એક યુદ્ધ નાયક ડોગ સામે આવ્યો છે. જેણે પોતાના દેશ માટે વીરતા અને સાહસનો પરિચય આપ્યો છે. આ ડોગે ઘણા લોકોના જીવ બચાવ્યા છે. અમે વાત કરી રહ્યાં છીએ યુક્રેનના સ્નિફિંગ ડોગ પૈટ્રનની. રશિયાના આક્રમણ વચ્ચે પૈટ્રને ઘણા લેન્ડ માઇન બોમ્બ શોધી કાઢ્યા અને ખતરાથી યુક્રેની સેનાને એલર્ટ કરી દીધી. હવે યુક્રેની રાષ્ટ્રપતિએ આ ડોગનું મેડલ પહેરાવી સન્માન કર્યુ છે.
યુદ્ધ નાયક
રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ હાલમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના યુક્રેન પ્રવાસ દરમિયાન પૈટ્રન અને તેમના સંરક્ષકનું મેડલથી સન્માન કર્યુ છે. (Photo – Reuters)
200થી વધુ બોમ્બ શોધી કાઢ્યા
જૈક રસેલ ટેરિયર બ્રીડના સ્નિફર ડોગ પૈટ્રને 200થી વધુ લેન્ડ માઇન બોમ્બ શોધી કાઢ્યા. પૈટ્રનને 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધમાં ઘણા હુમલા રોકવાનો શ્રેય આપવામાં આવ્યો છે. (Photo – Wiki Commons)
પૈટ્રન માટે તાળીઓ પડી
જ્યારે આ ડોગનું મેડલથી સન્માન કરવામાં આવી રહ્યું હતું તો તેણે પૂછડી હલાવી લોકોના દિલ જીતી લીધા. (Photo – Wiki Commons)
ઝેલેન્સ્કીએ પૈટ્રનની પ્રશંસા કરી
યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યુ- હું તે યુક્રેની નાયકોનું સન્માન કરવા ઈચ્છુ છું જે પહેલાથી આપણી જમીનને સુરક્ષિત કરી રહ્યા છે. પૈટ્રન જે ન માત્ર વિસ્ફોટકોને નિષ્ફળ કરવામાં મદદ કરે છે, પરંતુ અમારા બાળકોને તે ક્ષેત્રમાં જરૂરી સુરક્ષા નિયમ શીખવાડવામાં મદદ કરે છે, જ્યાં લેન્ડમાઇનનો ખતરો છે. (Photo – Wiki Commons)
સોશિયલ મીડિયા સ્ટારઃ
સોશિયલ મીડિયા પર પૈટ્રનના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યાં છે. વીડિયોમાં તેને છલાંગ લગાવતા અને સેનાના અધિકારીના ખોળામાં બેસતો જોઈ શકાય છે. તે કાટમાળને સુંઘીને જણાવે છે કે આ ક્ષેત્ર સુરક્ષિત અને લેન્ડ માઇન બોમ્બથી મુક્ત છે. (Photo – Wiki Commons)
Trending Photos