દુલ્હન બની સીતા અને દુલ્હા રામ... રામાયણ થીમ પર ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજાયો

Surat Mass Wedding ચેતન પટેલ/સુરત : અગ્રણી ડાયમંડ કંપનીના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના નેતૃત્વમાં રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિમાં સુરત ખાતે રામાયણ થીમ પર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુલ્હનો સીતા બની હતી, તો દુલ્હા રામ બન્યા હતા. 

1/5
image

અબ્રામા સ્થિત ગોપીન ગામ ખાતે "પ્યોર વિવાહ"  સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 84 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ લગ્નોત્સવનું ખાસ આકર્ષણ એ હતું કે વર અને વધૂ રામ સીતાના પરિધાનમાં હતાં અને આયોજન સ્થળે રામાયણના પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા. 

2/5
image

બેટી બચાવો, ઓર્ગન ડોનેશન, પૈસા બચાવોના સંદેશા દરેક લોકો સુધી પહોંચાડવા પ્યોર વિવાહના પરિસરમાં રામ લલ્લાની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના સિનિયર સિટીઝનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ગોવિંદ ધોળકિયાએ જણાવ્યુ હતું કે અયોધ્યા ધામ ખાતે 500 વર્ષ પછી ભગવાન રામના મંદિરનું નિર્માણ થવા સાથે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે આ પ્રસંગની સ્મૃતિમાં SRK ફેમિલી દ્વારા 24 ફેબ્રુઆરીના રોજ "પ્યોર વિવાહ" શીર્ષક હેઠળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 

3/5
image

આ લગ્નોત્સવ અબ્રામા સ્થિત ગોપિન ગામ ખાતે સાંજે 4  વાગે જાન આગમન સાથે શરૂ થયો હતો અને રાત્રે 9 વાગે કન્યા વિદાય સાથે પૂર્ણ થયો હતો. રામાયણ થીમ પર આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં કાર્યક્રમ સ્થળે શબરી રામ મુલાકાત સહિત વનવાસ દરમ્યાન બનેલા પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા.   

4/5
image

એટલું જ નહીં પણ યુગલોએ પણ ભગવાન શ્રી રામ અને માતા સીતાના રૂપમાં સપ્તપદીના ફેરા લીધા હતા. કુલ 84 યુગલોએ પ્રેમતાંતણે બંધાઈ દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. 

5/5
image