C Grade ફિલ્મમાં કામ કરતી હતી માન્યતા દત્ત, બદનામીના ડરથી સંજુ બાબાએ કર્યું હતું આ કામ

Happy Birthday Manyata Dutt: સંજય દત્તની પત્ની અને બોલીવુડ અભિનેત્રી માન્યતાનું લગ્ન પહેલાના નામ દિલનાવાઝ શેખ હતું. શરૂઆતના દોરમાં તેને સારા ખાન તરીકે ઓળખતા હતા. તેણે સી ગ્રેડની ફિલ્મ 'Lovers Like Us માં કામ કર્યું છે. ત્યારબાદ 2003 માં માન્યાતાને પ્રકાશ ઝાની ફિલ્મ 'ગંગાજલ'માં એક આઈટમ સોંગ મળ્યો અને તે આ ગીતથી પ્રખ્યાત થઈ હતી. ત્યારબાદ માન્યતાને બી ગ્રેડ અને સી ગ્રેડ ફિલ્મની ઓફર મળવાનું શરૂ થયું.

માન્યતાને સી ગ્રેડ ફિલ્મ કરવા પર થયો અફસોસ

1/3
image

માન્યતાને સંજય દત્ત સાથે નિતિન મનમોહને મુલાકાત કરાઈ હતી. એવું પણ કહેવામાં આવે છે કે માન્યતા સેટ પર સંજય માટે જમવાનું પણ બનાવીને લાવતી હતી. જ્યારે માન્યતાના જીવનમાં સંદય દત્ત આવ્યા બાદ તેને પોતાની આ ફિલ્મનો અફસોસ પણ થયો. બંને વચ્ચે જ્યારે પ્રેમ શરૂ થોય અને લગ્નની વાત થઈ ત્યારે સંજય દત્તને આ વાત જાણવા મળી અને તે આ ફિલ્મના નિશાનો ભૂંસી નાખવા માંગતો હતો.

સી ગ્રેડની ફિલ્મના રાઈટ્સ ખરીદ્યા

2/3
image

એવામાં તેણે પોતાની પત્નીની સી ગ્રેડની ફિલ્મ 'Lovers Like Us' ના રાઈટ્સ 20 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા. એટલું જ નહીં સંજય દત્તે માર્કેટમાંથી આ ફિલ્મની તમામ સીડી અને ડીવીડી પણ હટાવવાનો પ્રયત્ન કર્યો હતો. માન્યતા, સંજૂ બાબાની ત્રીજી પત્ની છે પરંતુ તેમના બોન્ડિંગની લોકો ખુબ જ પ્રશંસા કરે છે.  

વર્ષ 2008 માં લગ્ન કર્યા હતા

3/3
image

બંનેએ વર્ષ 2008 માં લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ બંનેને જુડવા બાળક શાહરાન અને ઇકરા થયા હતા. સંજય દત્ત જ્યારે પણ મુશ્કેલીઓમાં હોય છે માન્યતા તેનો સાથે આપે છે. માન્યતાને ફિલ્મોમાં આવવાનો ઘણો શોખ હતો. તેણે મહેનત પણ કરી હતી.