Mangal Shani Yuti: 15 માર્ચથી કુંભ રાશિમાં સર્જાશે મંગળ શનિની યુતિ, 23 એપ્રિલ સુધીનો સમય 12 રાશિઓ માટે કેટલો શુભ જાણો

Mangal Shani Yuti: 15 માર્ચ 2024 ની સાંજે 5.42 મિનિટે મંગળ કુંભ રાશિમાં ગોચર કરશે. મંગળ શનિની રાશિ કુંભમાં 23 એપ્રિલ 2024 સુધી ગોચર કરશે. કુંભ રાશિમાં પહેલાથી જ શનિ ગોચર કરે છે. તેવામાં મંગળના રાશિ પરિવર્તનથી કુંભ રાશિમાં શનિ અને મંગળની યુતિ સર્જાશે. આ યુતિના કારણે બારમાંથી કેટલીક રાશિના લોકોને 23 એપ્રિલ સુધી સંભાળીને રહેવું પડશે.

મેષ રાશિ

1/12
image

કારકિર્દીમાં નવી તક પ્રાપ્ત થશે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. આર્થિક ઉન્નતિની શક્યતા છે. ભાઈ બહેન અને મિત્રો સાથે સંબંધ મધુર રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું.

વૃષભ રાશિ

2/12
image

રમત જગત અને રાજકારણ સાથે સંકળાયેલા લોકોને સૌથી વધુ અસર થશે. વ્યક્તિગત સંબંધો તણાવ પૂર્ણ રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. સ્વાસ્થ્ય સમસ્યા નું ધ્યાન રાખવું.

મિથુન રાશિ

3/12
image

ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મેળવવામાં મુશ્કેલી થશે. રમત જગત અને રાજકારણ ક્ષેત્ર જોડાયેલા લોકોને વિશેષ લાભ થશે. પિતા સાથે સંબંધ તનાવપૂર્ણ થઈ શકે છે.. કોર્ટ કચેરીના વિવાદોનો અંત આવશે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું.

કર્ક રાશિ

4/12
image

આ રાશિના લોકોએ સાવધાની રાખવી. કારકિર્દીમાં બાધાઓ આવી શકે છે. કોઈપણ પ્રકારના કાનૂની વિવાદમાં ન પડો. સાસરા પક્ષના લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

સિંહ રાશિ

5/12
image

આ રાશિના લોકોને વિશેષ લાભ મળવાની સંભાવના છે. મંગળના ગોચર થી ભાગ્ય સાથ આપશે. નોકરીમાં પદોન્નતિ થશે અને આર્થિક ઉન્નતિના પણ યોગ છે. શેર માર્કેટમાં રોકાણથી લાભ થશે. અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે.

કન્યા રાશિ

6/12
image

કારકિર્દીમાં અપેક્ષિત લાભની ઈચ્છા રાખતા લોકોને નિરાશાનો સામનો કરવો પડશે. જીવનસાથી સાથે સંબંધો બગડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.  

તુલા રાશિ

7/12
image

મંગળનું ગોચર તુલા રાશિના લોકોના સ્વભાવમાં ચીડીયાપણું લાવશે. નોકરી તેમજ વેપારમાં કામ વધારે રહેશે. પારિવારિક સંબંધોમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શરદી-ઉધરસ અને પગમાં સમસ્યા થઈ શકે છે. 

વૃશ્ચિક રાશિ

8/12
image

વૃશ્ચિક રાશિના લોકોને મંગળ પડકારોનો સામનો કરાવશે. આ સમય દરમિયાન અનેક પ્રયત્નો છતાં પણ સફળતા મળવી મુશ્કેલ લાગશે. વેપારમાં સંતોષકારક સફળતા મળી શકે છે. આ સમય દરમિયાન આવક ઓછી અને ખર્ચ વધારે રહી શકે છે.

ધન રાશિ

9/12
image

આ સમય દરમિયાન સકારાત્મક પરિણામ મળશે. ધન રાશિના લોકોને નોકરીમાં આગળ વધવાના અવસર મળશે. વેપાર અને વ્યવસાયમાં લાભની સ્થિતિમાં રહેશો. જીવનસાથી સાથે સંબંધમાં મધુરતા આવશે.

મકર રાશિ

10/12
image

વ્યક્તિગત જીવનમાં બધાનો સામનો કરવો પડશે. ખર્ચ વધારે રહેશે જેના કારણે આર્થિક તંગીનો અનુભવ થશે. સંબંધોમાં વિવાદથી બચવું. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા વધી શકે છે તેથી સાવધાન રહેવું.

કુંભ રાશિ

11/12
image

કારકિર્દીની દ્રષ્ટિએ આ ગોચર લાભકારી રહેશે. નોકરીમાં નવા અવસર પ્રાપ્ત થશે. વિદેશ યાત્રા થવાની પ્રબળ સંભાવના છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન રાશિ

12/12
image

નોકરી કરતા લોકો માટે ઉત્તમ સમય. પ્રમોશન કે પગાર વધારો મળે તેવા પ્રબળ યોગ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય ઉત્તમ. જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ રહેશે.