48 કલાકમાં ગ્રહોના સેનાપતિ થશે 'મહાબલી', આ 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભ કરાવશે, પ્રગતિના શીખરો સર કરશો
મંગળ જલદી યુવાવસ્થામાં પ્રવેશ કરશે. આવામાં એવી કેટલીક રાશિઓ છે જેમને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ખુબ ધનલાભ થવાના પ્રબળ યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
ગ્રહોના સેનાપતિ મંગળ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. નવગ્રહમાં મંગળને ઘણો શક્તિશાળી પણ ગણવામાં આવે છે. મંગળ ગ્રહોના સેનાપતિ હોવાની સાથે સાથે સાહસ, ઉર્જા, પરાક્રમ, ભાઈ ભૂમિકા વગેરેનો કારક ગ્રહ ગણાય છે. આવામાં મંગળના રાશિ પરિવર્તનની અસર દરેકના જીવન પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે ઓગસ્ટ મહિનામાં મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયો હતો અને ઓક્ટોબર સુધી આ રાશિમાં રહેશે. આ બધા વચ્ચે 16 સપ્ટેમ્બરે મંગળનું અંશબળ 12 ડિગ્રી થશે. આ અંશબળમાં મંગળ સંપૂર્ણ રીતે યુવા રહેશે. શત્રુ રાશિમાં હોવા છતાં મંગળના યુવા અવસ્થાના કારમએ કેટલાક રાશિવાળાને ખુબ લાભ થઈ શકે છે. જો તમારી કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત હશે તો તેમના જીવનમાં ઘણો પ્રભાવ પડી શકે છે. મિથુન રાશિમાં મંગળના મહાબલી થવાથી કઈ રાશિઓને લાભ થશે તે ખાસ જાણો.
વૃષભ રાશિ
મંગળનું ગોચર તમારી કુંડળીના ધનના ભાવમાં એટલે કે બીજામાં છે. બારમા, સાતમા ભાવમાં સ્વામી થઈને ધનના ભાવમાં બિરાજમાન છે. આવામાં મંગળ તમારા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. મંગળ તમારા જીવનમાં સકારાત્મક ઊર્જા વધારશે. આવામાં તમારા આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે જ ધનની બચત કરવામાં પણ સફળ રહેશો. આર્થિક સ્થિતિને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. પહેલા કરાયેલા રોકાણથી હવે તમને લાભ થઈ શકે છે. પૈતૃક સંપત્તિથી પણ તમને લાભ થઈ શકે છે. આ સમય તમારી મોટી ઈચ્છાઓ અને સપના મંગળના પ્રભાવથી પૂરા થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વિતશે અને તમારા પરિવાર ઉપર ધન ખર્ચ થશે. પંચમ ભાવમાં દ્રષ્ટિ હોવાના કારણે શિક્ષણ ક્ષેત્રે ખુબ લાભ થઈ શકે છે. સંતાનના સારા ભવિષ્ય વગેરે અંગે કોઈ નિર્ણય લઈ શકો છો. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે. લવ લાઈફ માટે મંગળનું યુવા હોવું આ રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે મંગળ ખુબ પરિવર્તન લાવશે. આ રાશિમાં અગિયારમાં ભાવમાં મંગળ બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી થશે. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. અગાઉ કરાયેલા રોકાણ હવે તમને લાભ કરાવી શકે છે. સંતાન પ્રાપ્તિના યોગ છે. સંતાન તરફથી ખુશીઓ મળી શકે છે. ધનની બચત કરવામાં સફળ રહેશો. વેપારમાં ખુબ લાભ થવાના યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. સ્વાસ્થ્ય અંગે થોડા સજાગ રહેવું જરૂરી છે.
ધનુ રાશિ
આ રાશિમાં મંગળ સાતમા ભાવમાં બિરાજમાન છે. આવામાં મંગળનું યુવા થવું એ આ રાશિના જાતકો માટે ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોની કરિયરની સાથે સાથે બિઝનેસમાં પણ ખુબ લાભ મળશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. આ સાથે જ તમને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. કાર્યસ્થળે પણ તમારો સમય સારો રહેશે. દશમ ભાવમાં દ્રષ્ટિ હોવાના કારણે આ રાશિના જાતકોને ખુબ લાભ થશે. આ સિવયા ઉચ્ચ સ્તરની સફળતા મળી શકે છે. આ સાથે તમે તમારા પરિવાર અને કુળનું નામ રોશન કરશો.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos