કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો!, પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો 45000નો દંડ

ઓસ્ટ્રિયાથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે તમને જાણીને નવાઈ લાગશે. અહીં એક વ્યક્તિ પર 45 હજારનો દંડ લાગ્યો કારણ એ હતું કે તે વ્યક્તિએ પોલીસ સામે જોરથી ગેસ છોડ્યો. એટલે કે પાદ્યો.
 

પાર્કમાં પોલીસ સામે છોડ્યો ગેસ

1/5
image

ઓસ્ટ્રિયાથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે તમને જાણીને નવાઈ લાગશે. અહીં એક વ્યક્તિ પર 45 હજારનો દંડ લાગ્યો કારણ એ હતું કે તે વ્યક્તિએ પોલીસ સામે જોરથી ગેસ છોડ્યો. એટલે કે પાદ્યો. કહેવાય છેકે વ્યક્તિ વિએના શહેરના એક પાર્કમાં પોતાના મિત્રો સાથે બેઠો હતો. આ દરમિાયન ત્યાં પોલીસ અધિકારી રૂટિન ચેકિંગ માટે પહોંચ્યા અને તેની સાથે વાતચીત કરવા લાગ્યા. આ દરમિયાન વ્યક્તિએ ગેસ છોડ્યો. (સાંકેતિક તસવીરો)  

પોલીસે સાર્વજનિક અભદ્રતાનો ગુનો નોંધ્યો

2/5
image

ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ પોલીસને જોઈને વ્યક્તિ પાર્કમાં રાખેલી બેન્ચ પર ઊભો થઈ ગયો અને પછી જાણી જોઈને અધિકારીઓ સામે જ તેમની તરફ જોરથી Fart કર્યું. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ તેના પર જાહેરમાં અભદ્રતાનો ગુનો નોંધી દંડ ફટકાર્યો.   

કોર્ટમાં પડકાર ફેંક્યો

3/5
image

ત્યારબાદ વ્યક્તિએ દંડને ખોટો ઠેરવતા ઓસ્ટ્રિયાની એક કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો. તેમાં તર્ક અપાયો કે પેટ ફૂલવું અને ગેસ નીકળવો એક જૈવિક પ્રક્રિયા હતી. પછી ભલે તે એક જાણી જોઈને કરાયેલું કાર્ય હોય. પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે તેને મૌલિક અધિકાર તરીકે સ્વીકારવામાં આવવું જોઈએ. 

કોર્ટે દંડ ઘટાડ્યો

4/5
image

જૂન 2020ની આ ઘટનાની સુનાવણી અનેક મહિના સુધી ચાલી અને આખરે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. પોતાના ચુકાદામાં વ્યક્તિને થોડી રાહત આપતા દંડની રકમ 500 યુરો (લગભગ 45 હજાર રૂપિયા)થી ઘટાડીને 100 યુરો (લગભગ 9000  રૂપિયા) કરવામાં આવી.   

શાલીનતાની સરહદોને પાર કરે છે Fart

5/5
image

આ ચુકાદો કોર્ટે વ્યક્તિની નાણાકીય હાલત અને ગત અપરાધિક રેકોર્ડ પર વિચાર કરીને આપ્યો છે. પોતાના ચુકાદામાં કોર્ટે એમ પણ કહ્યું કે ગેસ છોડવો સમાજમાં સ્વીકાર્ય છે પરંતુ આમ છતાં અભિવ્યક્તિ તરીકે શાલીનતાની સરહદોને પાર કરે છે.