પાંચ વર્ષની રિલેશનશિપ બાદ પ્રેમીકા સાથે કર્યું કંઈક એવું, પ્રેમીના ઘરની છત પરથી મળી યુવતી
પુત્રીની હત્યાથી અજાણ છોકરીના પરિવારજનો તેના ઘરે પરત આવવાની રાહ જોતા રહ્યા. પરંતુ 2 દિવસ બાદ પણ તે પાછી ન આવી ત્યારે પરિવારે પોલીસમાં (Maharashtra Police) ફરિયાદ નોંધાવી હતી
મુંબઇ: પ્રેમમાં દગો થયા બાદ મહારાષ્ટ્રના (Maharashtra) પાલઘરથી (Palghar) ખૂનનો ભયાનક કિસ્સો બહાર આવ્યો છે. અહીં એક શખ્સે પહેલા એક છોકરીને તેના પ્રેમની જાળમાં ફસાવી હતી. પરંતુ જ્યારે યુવતી લગ્ન માટે જીદ કરવા લાગી ત્યારે તેણે ફિલ્મની યોજના બનાવી તેની હત્યા કરી દીધી હતી. એટલું જ નહીં, હત્યા બાદ યુવકે તેના ઘરની છત પર પ્રેમિકાની લાશને ચણી નાખી હતી. (તમામ તસીવરો પ્રતિકાત્મ છે.)
છોકરીના પરિજનોએ લધી પોલીસની મદદ
પુત્રીની હત્યાથી અજાણ છોકરીના પરિવારજનો તેના ઘરે પરત આવવાની રાહ જોતા રહ્યા. પરંતુ 2 દિવસ બાદ પણ તે પાછી ન આવી ત્યારે પરિવારે પોલીસમાં (Maharashtra Police) ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે લાંબી તપાસ હાથ ધરી હતી અને સૂરજ હરમલકર નામના યુવક પર શંકા ગઈ હતી. આ તે વ્યક્તિ હતી જેને અમિતા મોહિતે પ્રેમ કરતી હતી. ત્યારબાદ પુરાવાના આધારે પોલીસે સુરજની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.
બંને 5 વર્ષ સુધી હતા રિલેશનશિપમાં
શરૂઆતમાં તે કંઇ બોલ્યો નહીં. પરંતુ પોલીસ દ્વારા સખત પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તેણે પોલીસને કહ્યું કે તે અમિતા સાથે પ્રેમમાં હતો અને બંને છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતા. બધું સારૂં ચાલી રહ્યું હતું, પરંતુ ગત વર્ષે અમિતાએ લગ્ન કરવાની જીદ્દ પકડી હતી. જેના કારણે તે પરેશાન થઈ ગયો હતો. તેથી, ફિલ્મ જોયા બાદ તેની હત્યાનો પ્લાન બનાવ્યો અને ગત વર્ષે ઓક્ટોબરમાં તેની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે તેની લાશને ફ્લેટની છત પર જ ચણી નાખી હતી.
કબૂલાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ
આરોપીઓની આ કબૂલાત સાંભળીને પોલીસકર્મી પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તે તુરંત આરોપી સૂરજના ઘરે ગયા અને છત ચણવામાં આવેલી અમિતાની લાશ બહાર કાઢી. ત્યારબાદ પોલીસે સુરજ વિશે જાણકારી માહિતી મેળવવા ફરી તેની પૂછપરછ કરી. આ સમય દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તે પરિણીત છે. અને તે બીજા લગ્ન કરવા માંગતો ન હતો. તે મજબૂરીમાં જ અમિતાના પરિવારને મળ્યો અને લગ્ન માટે મંજૂરી લીધી હતી. પરંતુ બાદમાં તેણે અમિતાની હત્યા કરવાનો નિર્ણય કર્યો.
Trending Photos