Mahashivratri 2024: મહાશિવરાત્રિના દિવસે બિલીપત્ર ચઢાવતાં પહેલાં જાણી લો નિયમ, આ દિવસે તોડશો તો લાગશે પાપ

Belpatra Niyam: મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને દૂધ અથવા પાણી વડે અભિષેક કરવાથી અને તેમને બિલીપત્ર ચઢાવવાથી તે જલદી પ્રસન્ન થાય છે અને વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ બિલીપત્ર સાથે જોડાયેલા નિયમ જાણી લેવા ખૂબ જરૂરી છે. 

મહાશિવરાત્રી 2024

1/5
image

સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે તે 8મી માર્ચે ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા, તેથી આ દિવસે ભોલેનાથની સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને દૂધ અથવા જળથી અભિષેક કરીને તેમને બેલપત્ર ચઢાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મહાશિવરાત્રિ પર બેલપત્ર ચઢાવતા પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ નિયમો.

સૌથી પહેલાં જાણો તેને તોડવાના નિયમ

2/5
image

બિલીપત્ર ક્યારેય મહાશિવરાત્રી, શિવરાત્રી, ચતુર્થી, અષ્ટમી, નવમી, પ્રદોષ વ્રત અને સોમવારના દિવસે તોડવા ન જોઈએ. આ દિવસે બિલીપત્ર અર્પણ કરવા માટે બિલીપત્ર તોડીને એક દિવસ પહેલા રાખવું જોઈએ. બિલીપત્ર તોડતી વખતે ભગવાન શિવનું સ્મરણ કરવું જોઈએ. બિલીપત્ર તોડતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેને ડાળીની સાથે તોડશો નહીં, ફક્ત બેલપત્રના પાન તોડો. 

આવું હોય છે બિલીપત્રનું પાંદડુ

3/5
image

મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે બિલીપત્ર ત્રણ પાંદડાવાળું હોય અને તેના પર કોઇ દાગ ન હોય. 

કપાયેલુ તૂટેલુ ન હોય બિલીપત્ર

4/5
image

મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે બિલીપત્ર ક્યાંયથી પણ કપાયેલું ફાટેલું ન હોય. શિવલિંગ પર હંમેશા પૂર્ણ બિલીપત્ર ચઢાવવામાં આવે છે.   

આ રીતે કરો શિવલિંગની પૂજા

5/5
image

મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે બિલીપત્રની સુંવાળી સાઇડ શિવલિંગ પર રાખવી જોઈએ. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરતી વખતે ધ્યાનમાં રાખો કે બિલીપત્ર ફક્ત 11 કે 21 નંબરમાં જ ચઢાવવું જોઈએ. આ સિવાય શિવલિંગ પર એક બિલીપત્ર પણ ચઢાવી શકાય છે. જો તમારી પાસે મહાશિવરાત્રિના દિવસે બિલીપત્ર ન હોય તો તમે શિવલિંગ પર ચઢાવવામાં આવેલા બેલપત્રને ધોઈને ફરીથી અર્પણ કરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. )