Mahashivratri 2021: બની રહ્યાં છે કેટલાંક વિશેષ સંયોગ, શુભ મુહૂર્તમાં આવી રીતે કરો પૂજા, ઉપવાસના જાણો ખાસ નિયમ

આજે મહાશિવરાત્રિનો તહેવાર છે આ તહેવાર પર વિશેષ સંયોગો ઉભા થયા છે. આ દિવસે સિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક થાય છે આ સાથે સિવલિંગ પર બિલીપત્ર ચડાવવાથી ભક્તોની માનોકામના પૂર્ણ થવાની માન્યતા છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ હિન્દુ પંચાગ મુજબ, મહાશિવરાત્રિનો તહેવાર ફાગણ મહીનાના કૃષ્ણ પક્ષની ચતુર્થદશી તિથિમાં મનાવવામાં આવે છે જેનો સંયોગ આજે છે. આ વર્ષે દશકો બાદ કેટલાક વિશેષ સંયોગ થવાથી આ તહેવારનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. પહેલો સંયોગ એ છે કે આ દિવસે મકર રાશિમાં એક સાથે 4 મોટા ગ્રહો શનિ,ગુરૂ,બુધ અને ચંદ્રની હાજરી છે. બીજો સંયોગ એ છે કે આ દિવસે શિવયોગ,સિદ્ધિયોગ અને ધનિષ્ઠા નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. આવા દુર્લભ યોગમાં ભગવાન શિવની આરાધના કરવા પર દરેક પ્રકારના દોષ અને કષ્ટોથી મુક્તિ મળે છે. આ સાથે આ દિવસે રૂદ્રાભિષેક કરવો પણ શુભ માનવામાં આવશે. તો પૂજાનું શુભ મુહૂર્ત કયું છે અને પૂજા તથા ઉપવાસ દરમિયાન કયા નિયમોનું પાલન કરવાનું છે તે જાણો.

 

મહાશિવરાત્રિ પૂજાનું શુભ મુહૂર્ત

1/5
image

મહાશિવરાત્રિ તિથિ - 11 માર્ચ 2021, ગુરૂવાર ચતુર્થદશી તિથિનો પ્રારંભ - 11 માર્ચ 2021 બપોરે 2.39 વાગ્યે ચતુર્થદશી તિથિ પૂર્ણ - 12 માર્ચ 2021 બપોરે 3.02 વાગ્યે પૂજાનો સૌથી શુભ સમય - રાત્રે 12:06થી 12: 54 વાગ્યે છે આ 48 મિનિટનો સમય શુભ છે મહાશિવરાત્રિ પરાણ સમય - 12 માર્ચે સવારે 6:34 વાગ્યે બપોરે 3:02 વાગ્યા સુધી છે  

મહાશિવરાત્રિએ 4 વાગ્યે પૂજનનો સમય

2/5
image

પૂજાનો પ્રથમ સમય - 11 માર્ચ સાજે 06:27થી રાત્રે 09:28 વાગ્યે સુધી પૂજાનો બીજો સમય - 11 માર્ચે રાત્રે 09:28થી 12:30 સુધી પૂજાનો ત્રીજો સમય - 12 માર્ચે રાત્રે 12:30થી રાત્રે 03:32 સુધી પૂજાનો ચોથો સમય - 12 માર્ચે રાત્રે 03:32થી સવારે 06:34 સુધી

મહાશિવરાત્રીનું વ્રત કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે

3/5
image

હિન્દુ ધર્મની માન્યતા મુજબ, મહાશિવરાત્રિના દિવસે જ શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસને શિવ અને શક્તિના મિલનના પ્રતિક સમાન માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની સાથે પાર્વતીની પણ પૂજા વિધિ કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ માટે ઉપવાસ કરવાવાળાઓને સૌભાગ્ય,સમૃદ્ધિ અને સંતાનની પ્રાપ્તી થાય છે. આ ઉપવાસ ખૂબ કલ્યાણકારી છે. આ ઉપવાસ કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યો હોય તેટલું ફળ પ્રાપ્ત થાય છે. પૈરાણી ગ્રંથો મુજબ ભગવાન શિવે જ ધરતી પર સૌપ્રથમ જીવનનો પ્રચાર-પ્રસાર કર્યો હતો આ માટે જ ભગવાન શિવને આદીદેવ પણ કહેવામાં આવે છે.

 

મહાશિવરાત્રિની પૂજા સાથે જોડાયેલા નિયમો

4/5
image

- સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરીને ભોલેનાથનું ધ્યાન ધરવું અને ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો. - શિવલિંગ પર દૂધ અને જળથી અભિષેક કરવો, બિલીપત્ર, ધતુરા, ફળ અર્પણ કરો. - શિવલિંગ પર ક્યારેય કદંબ, કેવડા અને કેતકીના ફુલ ન ચડાવવા જોઈએ. - શિવલિંગ પર બિલીપત્ર ચડાવતી વખતે ધ્યાન રાખવું કે તેના ત્રણ પત્તા હોય અને તે ક્યાંયથી પણ કપાયેલા કે તૂટેલા ના હોવા જોઈએ. - બિલીપત્રનો ચિકણો ભાગ શિવલિંગને સ્પર્શ કરે તેવી રીતે શિવલિંગ પર બિલીપત્ર મુકવું જોઈએ. - બિલીપત્ર ચડાવ્યા બાદ શિવલિંગ પર જળ પણ જરૂર અર્પણ કરો. - શિવલિંગ પર શંખથી જળ અર્પણ ના કરવું જોઈએ અને શિવલિંગ પર હળદળ, કંકુ ના ચડાવવું જોઈએ. શિવલિંગ પર માત્ર ચંદન ચડાવવું જોઈએ - શિવ પુરાણનો પાઠ કરવો જોઈએ અને આ સાથે મહામૃત્યુંજય મંત્ર તથા શિવ મંત્ર ॐ નમ: શિવાયનો જાપ કરવો જોઈએ.

મહાશિવરાત્રિના ઉપવાસ પર જોડાયેલા નિયમોઃ

5/5
image

1) મહાશિવરાત્રિનો ઉપવાસ રાખી રહ્યા હોવ તો આખો દિવસ ફળ પર જ રહેવું અનાજ અને મીઠું ન ખાવું જોઈએ. 2) જો શારિરિક સમસ્યાના કારણે મીઠું ખાવું જરૂરી હોય તો ઉપવાસમાં વપરાતા સિંધવ મીઠાનો ઉપયોગ કરો. 3) શિવજીને સફેદ રંગના મિષ્ઠાનોનો ભોગ લગાવવો જોઈએ. ખાટ્ટા ફળોનો ભોગ ના લગાવવો જોઈએ. 4) ઉપવાસ કરવાવાળા વ્યક્તિઓએ આ દિવસે જાગરણ કરવાનું હોય છે. મહાશિવરાત્રિના દિવસે જાગ્રણ કરવાનું વિશેષ મહત્વ છે.