પરંપરાગત ધોતી, માથા પર ચંદનનું તિલક, આ રીતે પીએમ મોદી કરી મહાકાલની પૂજા-અર્ચના, જુઓ તસવીરો

ઉજ્જૈનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા પીએમ મોદીએ મહાકાલની પૂજા-અર્ચના કરી છે. આ ખાસ અવસર પર મહાકાલ મંદિર અને મહાકાલ લોકને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. 

1/5
image

પીએમ મોદી આજે મહાકાલ લોકનું લોકાર્પણ કરવા ઉજ્જૈન પહોંચ્યા. ગર્ભગૃહમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી અને મહાકાલ શિવલિંગ પર વસ્ત્ર અર્પણ કર્યું હતું. 

 

 

2/5
image

મંત્રોચ્ચાર બાદ પીએમ મોદીએ શિવલિંગની આરતી કરી. આ દરમિયાન પંડિતો મંત્રોચ્ચાર કરતા હતા. 

 

 

3/5
image

આરતી બાદ પીએમ મોદીએ શિવલિંગને નમન કર્યું. તેમણે મહાકાલના આશીર્વાદ લીધા હતા. 

 

 

4/5
image

બે ભવ્ય પ્રવેશ દ્વાર, બલુઆ પથ્થરોથી બનેલ જટિલ નક્શીદાર 108 અલંકૃત સ્તંભોની એક આલીશાન સ્તંભાવલી, ફુવારા અને શિવ પુરાણની કહાનીઓ દર્શાવનાર 50થી વધુ ભીંત ચિત્રોની સિરીઝ મહાકાલ લોકની શોભા વધારશે. કોરિડોર માટે બે ભવ્ય પ્રવેશ દ્વાર- નંદી દ્વાર અને પિનાકી દ્વાર બનાવવામાં આવ્યા છે. આ કોરિડોર મંદિરના પ્રવેશ દ્વાર સુધી જાય છે તથા માર્ગના મનોરથનું દ્રશ્ય રજૂ કરે છે. 

5/5
image

ઉજ્જૈનમાં ઉત્સવનો માહોલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 865 કરોડ રૂપિયાના ખર્ચથી નિર્માણ પામેલ મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પરિયોજનાના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ પરિયોજનાના માધ્યમથી મધ્યપ્રદેશની આ તીર્થ નગરીમાં પર્યટનને ખુબ પ્રોત્સાહન મળવાની આશા છે. આશરે 900 મીટરથી વધુ લાંબો મહાકાલ લોક કોરિડોર જૂના રૂદ્ર સાગર ઝીલની ચારે તરફ ફેલાયેલો છે. મહાકાલ મંદિરના નવનિર્મિત કોરિડોરમાં 108 સ્તંભ બનાવવામાં આવ્યા છે, 910 મીટરનું આ મહાકાલ મંદિર આ સ્તંભો પર ટકેલું હશે.