દેશની સફરે નીકળેલી આશા માલવિયાનું વડોદરામાં ભવ્ય સ્વાગત, MPની યુવતીની ચારેબાજુ ચર્ચા!

વડોદરા: મધ્યપ્રદેશની યુવતી 20 હજાર કિલોમીટરની મહિલા સન્માન યાત્રા સાથે ભારત ભ્રમણ માટે નીકળી છે. જેમાં 1 હજાર કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી આશા માલવીયા વડોદરા પધારી અને ત્યારબાદ પાદરાના ધોબીકુવા પાસેની એપિકોર ખાતે આવતા અધિકારીઓ યુવતીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મહિલા કલ્યાણ અને આત્મનિર્ભરતા સાથે પર્યાવરણની સુરક્ષાનો હેતુસર ભારતમાં ભ્રમણ કરશે. 

1/7
image

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના નાતારામની આશા માલવીયા એ 1 નવેમ્બરના રોજ ભોપાલથી સાયકલ યાત્રા સાથે ભારત ભ્રમણ માટે નીકળી હતી. આશા માલવીયા નેશનલ પ્લેયર છે અને પર્વતરોહનમાં સિદ્ધિ મેળવેલી છે અને શાસરિક સ્નાતક છે. તેઓની સાયકલ યાત્રાનો મૂળ ઉદ્દેશ મહિલા કલ્યાણ અને આત્મ નિર્ભરતા સાથે પર્યાવરણની સુરક્ષાનો હેતુ છે.   

2/7
image

તેઓ 1 નવેમ્બરથી ભોપાલથી મહિલા સન્માન સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને 1 હજાર કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી ગુજરાતમાં દાહોદ, અમદાવાદ, નડિયાદ થઈ વડોદરા આવી હતી.

3/7
image

આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વડોદરા અને ત્યારબાદ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ધોબીકુવા ગામ પાસે આવેલ એપિકોર ખાતે આગમન થતા કંપનીના અધિકારીએ સાયકલ યાત્રા સાથે આવેલ યુવતી આશા માલવીયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેઓના હસ્તે કંપની સંકુલમાં વૃક્ષરોપણ કર્યું હતું. 

4/7
image

ભોપાલથી નીકળેલી યાત્રા 11 માસના ભારત ભ્રમણ સાથે સપ્ટેમ્બર-2023માં દિલ્હી ખાતે સંપન્ન થશે. ત્યારે તેઓ પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે મહિલાઓ આત્મનિર્ભરતાનો સંદેશો પાઠવ્યો હતો.

5/7
image

સાથે યાત્રાના 15માં સ્થળે અને વડોદરા જિલ્લામાં તેઓને સારો આવકાર મળ્યો હતો. આશા માલવીયા પાદરા બાદ હવે આગળની સાયકલ યાત્રા સ્ટેચ્યું ઓફ યુનિટી તરફ આગળ વધશે.

6/7
image

7/7
image