આજે સિદ્ધિ યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભના યોગ, સફળતા ચરણ ચૂમશે

આજે ચંદ્રમા સિંહ ઉપરાંત કન્યા રાશિમાં પણ ગોચર કરશે. આ સાથે જ આજના દિવસે સિદ્ધિ યોગ, ત્રિગ્રહી યોગ, બુધાદિત્ય યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલા આ શુભ યોગોના કારણે કેટલીક રાશિવાળાને ફાયદો થઈ શકે છે. આ રાશિઓને ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. કેટલાક જ્યોતિષ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જે અજમાવવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત થશે અને ધનના દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. જાણો લકી રાશિઓ વિશે...

1/6
image

આજે ચંદ્રમા સિંહ ઉપરાંત કન્યા રાશિમાં પણ ગોચર કરશે. આ સાથે જ આજના દિવસે સિદ્ધિ યોગ, ત્રિગ્રહી યોગ, બુધાદિત્ય યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલા આ શુભ યોગોના કારણે કેટલીક રાશિવાળાને ફાયદો થઈ શકે છે. આ રાશિઓને ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. કેટલાક જ્યોતિષ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જે અજમાવવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત થશે અને ધનના દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. જાણો લકી રાશિઓ વિશે...  

વૃષભ રાશિ

2/6
image

વૃષભ રાશિવાળા માટે સમય ફળદાયી રહેશે. માતા  લક્ષ્મીની કૃપાથી કરિયરના ક્ષેત્રમાં પ્રગતિ થશે અને જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓથી મુક્તિ મળશે. વેપારીઓને યોજનાઓના માધ્યમથી સારો નફો થશે અને કોઈ અન્ય ધંધામાં રોકાણની યોજના પણ ઘડશો. નોકરીયાતોને અધિકારીઓ અને સહકર્મીઓનો સાથ મળશે અને કાર્યક્ષેત્રમાં પ્રભાવ વધશે. જેનું ફળ પણ મળશે. લવ લાઈફમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. સમાજમાં માન સન્માન વધશે અને નવા મિત્રો પણ બનશે. 

વૃષભવાળા માટે ઉપાય: શુક્રવારે માતા લક્ષ્મીના મંદિરમાં શંખ, બતાશા, કોડી, કમળ, મખાના વગેરે માતાને અર્પણ કરો. લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો.   

કર્ક રાશિ

3/6
image

કર્ક રાશિવાળા માટે શુભ દિવસ રહેશે. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં દરેક પગલે ભાગ્યનો સાથ મળશે. જેના કારણે તમામ કાર્યો સરળતાથી પૂરા થશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. વેપારીઓનો બિઝનેસ ઝડપથી આગળ વધશે અને ઘણા સમયથી અટકેલા પ્રોજેક્ટ પૂરા થઈ શકે છે. જો તમે પહેલા પણ કરજ લીધેલુ હશે તો તેને ચૂકવવામાં સફળ થશો. જમીન કે અન્ય જગ્યાએ રોકાણ કરી શકો છો. નોકરીયાતો પોતાની કરિયરમાં ઊંચાઈ આંબશે અને પોતાનો બિઝનેસ શરૂ કરવાની યોજના પણ ઘડી શકે છે. જે પણ કરવા માંગશો તેમાં ભાગ્ય સાથ આપશે. 

ઉપાય- પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલ છાંટો અને પછી દેશી ઘીનો બે મુખવાળો દીવો પ્રગટાવો. 

સિંહ રાશિ

4/6
image

સિંહ રાશિવાળા માટે લાભકારી દિવસ રહેશે. માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે અને તમારી બધી ચિંતાઓ એક એક કરીને દૂર થશે.  તમારા વ્યક્તિત્વમાં નીખાર આવશે અને તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરી શકશો. જીવનના દરેક પહેલુંઓ પર સકારાત્મક પરિણામો મળશે અને કોઈ વડીલ વ્યક્તિ પાસેથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જો તમે નકરી બદલવાનું વિચારતા હોવ તો ભાગ્ય સાથ આપશે અને નવી તકો મળશે. જે ક્ષેત્રમાં કામ કરતા હશો તેમાં તમારી સમજ વધશે, જેના કારણે સારો લાભ થશે. તમામ જવાબદારીઓ પૂરી કરશો અને કાર્યોથી માતા પિતાનું નામ રોશન કરશો. જીવનસાથી સાથે મળીને સંપત્તિ ખરીદી શકો છો. 

ઉપાય- નોકરી કે વ્યવસાયમાં ઉન્નતિ માટે પીપળાના ઝાડ નીચે લોઢાના વાસણમાં જળ, ખાંડ, દૂધ, ઘી ભેળવીને પીપળાના મૂળિયામાં નાખી દો. આવું તમે 21 શુક્રવાર સુધી કરો.   

કન્યા રાશિ

5/6
image

કન્યા રાશિવાળા માટે નવી તકો લઈને આવનારો દિવસ છે. માતા લક્ષ્મીની કૃપાથી તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. જીવનસ્તરમાં સુધારો આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી અને વેપારમાં તમારા ભાગીદારો અને સહકર્મીઓનો સાથ મળશે. ધન લાભની નવી નવી તકો ખુલશો જેનાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. જે લોકો વિદેશ જવા માંગે છે તેમની આ ઈચ્છા પૂરી થઈ શકે છે. તમારી શીખવાની ક્ષમતામાં વધારો થશે અને પોતાના જ્ઞાનથી બીજાનું માર્ગદર્શન પણ કરી શકશો. જેનાથી તમારી પ્રતિષ્ઠા અને યશમાં વધારો થશે. 

ઉપાય શુક્રવારે લાલ રંગના કપડાંમાં સવા કિલો ચોખા તમારા હાથમાં રાખો અને પછી 'ॐ श्रीं श्रीये नम मंत्र' મંત્રનો જાપ કરી પાંચ માળા કરી પૈસા જ્યાં મૂકતા હોવ ત્યાં મૂકી દો. 

કુંભ રાશિ

6/6
image

કુંભ રાશિવાળા માટે શાનદાર રહેશે સમય. જે પણ કાર્ય કરવા માંગતા હોવ તે કામ તમને પ્રશંસા અને લોકપ્રિયતા અપવાશે. ધર્મ કર્મના કાર્યોમાં મન લાગશે અને બીજાને મદદ કરવા માટે તૈયાર રહેશો. સમાજના પ્રતિષ્ઠિત અને સન્માનિત લોકોને મળવાની તક મળશે. નવપરિણીત લોકોના ઘરે કોઈ ખાસ મહેમાન આવી શકે છે જેનાથી ઘરમાં ઉત્સવનો માહોલ રહેશે. ભાગ્યનો સાથ મળવાથી અટકેલા કામો પાર પડવા લાગશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવવાની શક્યતા છે. નોકરીયાતો અને વેપારીઓને સારો એવો ફાયદો થશે. તમારા દમ પર કાર્યક્ષેત્રમાં મુકામ હાંસલ કરશો. ધન સંપત્તિ સંલગ્ન કેટલીક યોજનાઓ ઘડી હશે તો તે પૂરી થવાનું શરૂ થશે. 

ઉપાય- આર્થિક ઉન્નતિ માટે પાંચ લાલ ફૂલ અને પાંચ હળદરમાં રગદોળેલી  કોડી માતા લક્ષ્મીને અર્પણ કરો અને વિધિવત પૂજા કરો. ત્યારબાદ તેને લાલ  કપડાંમાં બાંધીને તિજોરી કે કબાટમાં મૂકી દો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)