Kiss કરી કોરોના ફેલાવી રહી છે 22 વર્ષની આ મોડલ, લોકોને કરી રહી છે સંક્રમિત

લંડનમાં રહેતી 22 વર્ષની મોડલ લોટી મોસ (Lottie Moss)એ ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન પોતાના દોસ્તને કિસ કરતા કહ્યું હતું કે, તે કોવિડ સુપર સ્પ્રેડર  (COVID super-spreader) છે. 
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસ (Coronavirus)નું નવું વર્ઝન સામે આવ્યું છે અને આ ઝડપથી ફેલાય રહ્યું છે. તેને જોતા લંડનની આસપાસના વિસ્તારોમાં સખત લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મોડલ પોતાના દોસ્તોની સાથે મળીને કોરોના વાયરસ ફેલાવવાનું કામ કરી રહી છે. વીડિયોમાં મોડલ પોતાના દોસ્તોને કિસ કરતી જોવા મળી રહી છે. ત્યારબાદ જ્યારે ફેન્સે તેના પર સવાલ ઉઠાવ્યો તો તેણે કહ્યું કે, અમે કોવિડ સુપર સ્પ્રેડર  (COVID super-spreader)  છીએ. 

22 વર્ષની મોડલ ફેલાવે છે કોરોના

1/7
image

22 વર્ષની મોડલ લોટી મોસે ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન પોતાના મિત્રને કિસ કરી હતી. ત્યારબાદ ફેન્સે કોમેન્ટ કરી સોશિયલ ડિસ્ટેન્સિંગ ફોલો ન કરવાને લઈ સવાલ ઉઠાવ્યા તો લોટીની દોસ્તે કહ્યું કે, અમે કોરોના સુપર સ્પ્રેડર છીએ. તો લોટીએ કહ્યું હતું કે અમે કોવિડ ફેલાવી રહ્યાં છીએ. 

 

 

યુવતીઓએ તોડી દીધો લૉકડાઉનનો નિયમ

2/7
image

લૉકડાઉન વચ્ચે મોડલ લોટી મોસ અને તેની ત્રણ મિત્રો ડિનર માટે મળી હતી. વીડિયોમાં તેણે ન તો સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કર્યું ન તો માસ્ક પહેર્યું હતું. 

 

 

લોટી મોસે માગી માફી

3/7
image

વિવાદ વધ્યા બાદ લોટી મોસે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી વીડિયો હટાવી લીધો છે અને પોતાની હરકત માટે માફી માગતા સ્પષ્ટતા કરી છે. 

 

 

પોતાની હરકતને ગણાવી મજાક

4/7
image

લોટી મોસે ખુદને સુપર સ્પ્રેડર કહેવા પર દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું કે, લાઇવ દરમિયાન અમે માત્ર મજાક કરી હતી. તેણે કહ્યું કે, મેં ક્યારેય વાયરસ ફેલાવવાનું કામ કર્યું નથી. 

 

 

 

નિયમોનું કર્યું હતું પાલન

5/7
image

લોટીએ કહ્યું કે, હું ચાર મિત્રો સાથે ડિનર માટે ગઈ હતી, જેમાં ત્રણ એક ઘરમાં સરકારના દિશાનિર્દેશો પ્રમાણે રહે છે અને હું એકલી રહુ છું.

 

 

મુશ્કેલી માટે માગી માફી

6/7
image

લોટી મોસે કહ્યું કે, હું સમજુ છું કે મેં ઘણા લોકોને પરેશાન અને નારાજ કરી દીધા છે. હું આ પ્રકારની અસંવેદનશીલ મજાક માટે માફી માગુ છું. 

 

 

શું છે સરકારની ગાઇડલાઇન

7/7
image

બ્રિટનમાં કોરોનાના વધતા કેસને કારણે ટિયર ટૂ લૉકડાઉન લાગૂ છે, જે હેઠળ મિત્રો કે પરિવારના સભ્યો ઈન્ડોર (ખાનગી ઘર અને રેસ્ટોરન્ટ)માં સામાજિક રૂપે મળી શકે છે.