કોરાનાથી બચાવવા ભગવાનને પણ પહેરાવાયા માસ્ક ! જુઓ તસવીરો
દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર સાવધાની દાખવી રહી છે. હવે માણસને જ નહીં પણ ભગવાનને પણ કોરોના વાયરસનો ડર લાગી રહ્યો છે. આ સંજોગોમાં વારાણસીના મંદિરોમાં પણ ભગવાનને માસ્ક પહેરાવવામાં આવી રહ્યા છે.
વારાણસી : દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર સાવધાની દાખવી રહી છે. હવે માણસને જ નહીં પણ ભગવાનને પણ કોરોના વાયરસનો ડર લાગી રહ્યો છે. આ સંજોગોમાં વારાણસીના મંદિરોમાં પણ ભગવાનને માસ્ક પહેરાવવામાં આવી રહ્યા છે.
વારાણસીના પહલાદેશ્વર મહાદેવને માસ્ક પહેરાવવામાં આવ્યો છે.
શ્રદ્ધાળુઓએ શિવલિંગને માસ્ક પહેરાવીને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.
શ્રદ્ધાળુઓએ શિવલિંગને માસ્ક પહેરાવીને લોકોને સ્પર્શ દર્શન ન કરવાની વિનંતી કરી છે.
મંદિરમાં કેટલાક શ્રદ્ધાળુઓ ભગવાનને કોરોનાથી બચાવવાના બેનર સાથે જોવા મળી રહ્યા છે.
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 40ને પાર કરી ગઈ છે.
આ બીમારીથી બચવા માટે લોકો માસ્ક પહેરીને ઘરની બહાર નીકળે છે. હાલમાં માર્કેટમાં માસ્ક તેમજ હેન્ડ સેનિટાઇઝરની અછત સર્જાઈ ગઈ છે.
ચેપથી બચવા માટે મોટાભાગના હોળી મિલન સમારોહ રદ કરી દેવામાં આવ્યા છે.
Trending Photos