Liquor Price Hike: દારૂ થયો મોંઘો, નવો ભાવ જાણીને પીધા વિના જ આવી જશે ચક્કર!
નવી દિલ્લીઃ ધતી મોંઘવારીની વચ્ચે દારૂના શોખીનો માટે ખુબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. હવેથી આપે દારૂની બધી જ બોટલ પર 20 ટકા વધુ કિંમત ચુકાવી પડશે. કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચ્ચેરીમાં બધા જ પ્રકારના દારૂની બોટલની કિંમત પર 20 ટકાનો વધારો કર્યો છે. એટલે કે હવે 200 રૂપિયાની દારૂની બોટલના 240 રૂપિયા ચુકવવા પડશે. પુડુચ્ચેરીમાં 15 જુલાઈથી ભાવ વધારો થવાનો છે.
મોંઘો થયો દારૂ
કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચ્ચેરીમાં દારૂની કિંમતમાં વધારો થયો છે. જોકે ભાવ વધારા પછી પણ તમિલનાડુ, કર્ણાટક અને અન્ય રાજ્યોની તુલનામાં પુડુચ્ચેરીમાં દારૂનો ભાવ ઓછો છે.
પર્યટન પર નિર્ભર રાજ્ય
મહત્વનું છે કે પુડુચ્ચેરી પર્યટન પર નિર્ભર રાજ્ય છે. આ વર્ષે એપ્રિલમાં પુડુચ્ચેરી પ્રશાસને દારૂ પર 7.5નો વિશેષ કોવિડ શુલ્કને રદ કર્યો હતો. તેવામાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં દારૂના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
પ્રસ્તાવને મંજૂરી
દારૂની કિંમતમાં ઘટાડાના પ્રસ્તાવ પર 7 એપ્રિલે ઉપરાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને મંજૂરી આપી હતી. ત્યારપછી દારૂના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ આ ભાવ ઘટાડાના કારણે રાજ્યને નુકસાન થયું હતું.
મળવા લાગીથી સસ્તુ દારૂ
ઉપરાજ્યપાલે સ્પેશિયલ એક્સાઈઝ ડ્યૂટીને રદ કરીને તમામ પ્રકારના દારૂ, પબ, દુકાનો અને રેસ્ટોરંટને સુરક્ષા નિયમોનું પાલન કરવાના આદેશ કર્યા હતા. ત્યારપછી રાજ્યમાં બધી જ જગ્યા પર સસ્તુ દારુ મળવા લાગ્યુ હતું.
વિશેષ શુલ્ક
આપને જણાવી દઈએ કે પાડોશી રાજ્યોની કિંમતથી બરાબર કિંમત લાવવા અને મહામારી દરમિયાન વિશેષ રૂપથી તમિલનાડુથી પુડ્ડુચેરીમાં ખાસ દારૂ માટે થઈને લોકોને રોકવા માટે વિશેષ શુલ્ક લગાવવામાં આવ્યો હતો.
ઓનલાઈન મળશે દારૂ
અસમ સરકારે ગુવાહાટીમાં પ્રયોગના ભાગરૂપે એક મહિના માટે ઑનલાઈન દારુ વેચવાનો નિર્ણય લીધો હતો.
Trending Photos