ધ્યાનથી જુઓ આ તસવીરોને, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને રાત્રે હવે આવો નજારો જોવા મળશે

હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી  (Statue of Unity) ગુજરાતનું સૌથી ફેવરિટ ટુરિસ્ટ (Tourists) સ્પેસ બન્યું છે. વિશ્વભરમાં આ સ્થળના વખાણ થઈ રહ્યાં છે. એક જ વર્ષમાં આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, ત્યારે દિવાળી (Diwali 2019) ની પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાત્રીના પ્રવાસીઓ માટે ખાસ લાઇટિંગ (Lighting) કરવામાં આવ્યું છે. જેના લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટ અને સરદાર સરોવર નર્મદા ડેમ (Narmada Dam) ખાતે પ્રવાસીઓને એક અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. 

નર્મદા :હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી  (Statue of Unity) ગુજરાતનું સૌથી ફેવરિટ ટુરિસ્ટ (Tourists) સ્પેસ બન્યું છે. વિશ્વભરમાં આ સ્થળના વખાણ થઈ રહ્યાં છે. એક જ વર્ષમાં આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, ત્યારે દિવાળી (Diwali 2019) ની પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાત્રીના પ્રવાસીઓ માટે ખાસ લાઇટિંગ (Lighting) કરવામાં આવ્યું છે. જેના લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટ અને સરદાર સરોવર નર્મદા ડેમ (Narmada Dam) ખાતે પ્રવાસીઓને એક અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. 

1/5
image

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે આગામી 31મી ઓક્ટોબરે પીએમ મોદી સ્ટેચ્યુના એક વર્ષની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. જેને કારણે વહીવટી તંત્રએ દિવસ રાત દોડધામ કરી ઉજવણીને સફળ બનાવવા કમર કસી છે.

2/5
image

સ્ટેચ્યુને 4 કરોડના ખર્ચે કાયમી લાઈટિંગ કરવામાં આવ્યું છે. આ સાથે તેને રંગબેરંગી લાઈટ્સથી સજાવવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુલ્હનની જેમ સજાવવા આવ્યું છે. 

3/5
image

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉજવણી પહેલા ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુ પોઇન્ટ-1 કેવડિયા કોલોની સુધીના લગભગ 7 થી 8 કિમી વિસ્તારને એલઇડી રોડ લાઈટ, એલઇડી લાઇટિંગ, એલઇડી સાઈન બોર્ડ, એલઇડી ગેટ, એલઇડી મોડલ્સ, એલઇડી ફોર્સ સ્ટેન્ડ લાઈટથી સજાવવા તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

4/5
image

હાલ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યું છે, ત્યારે રાત્રિ દરમિયાન પ્રવાસીઓ પણ આ લાઇટિંગને નિહાળી શકે તે માટે ગઈકાલ થી તમામ લાઈટિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

5/5
image

સ્ટેચ્યુ પાસેની જગ્યા રંગબેરંગી લાઇટિંગથી ઝગમગી ઉઠી છે. જેથી હવે દિવસે જ નહિ, રાત્રે રોકાનારા પ્રવાસીઓને કંઈક અનોખો નજારો માણવા મળશે તેવું સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ આઈ.કે પટેલે જણાવ્યું હતું.