મહિલાઓને કેમ સૌથી વધારે પસંદ પડે છે રાજસ્થાની કપડાં? જાણો રાજસ્થાની ફેશન અંગે ખાસ વાત

નવી દિલ્લીઃ કપડાંની વાત આવે ત્યારે રાજસ્થાનનું નામ ન આવે એવું તો કેવી રીતે બને. રાજસ્થાની ફેશનના તો સૌ કોઈ દિવાના છે. ખાસ કરીને જયપુરનું કપડાં માર્કેટ તેની પ્રોડક્ટ, તેની અવનવી ડિઝાઈનના લીધે દુનિયાભરમાં જાણીતું છે.

1/5
image

જો તહેવારોની મોસમ હોય, તો રાજસ્થાની મહિલાઓ ઘણી ખરીદી કરે છે અને રાજસ્થાની સંસ્કૃતિ, સભ્યતા, પરંપરા અને રિવાજો સાથે તમામ તહેવારોની ઉજવણી કરે છે, જે ખૂબ જ આકર્ષક છે. જો રાજસ્થાની પોશાકની વાત કરીએ તો તે સમગ્ર દેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. રાજસ્થાનનો પોશાક આ સ્થળની વાસ્તવિક ઓળખ માનવામાં આવે છે. સમયની સાથે સાથે કોસ્ચ્યુમ અને કપડાંમાં ડિઝાઈનનો ટચ આવ્યો છે, પરંતુ આજે પણ રાજસ્થાની પોશાક માટે મહિલાઓમાં ભારે ક્રેઝ છે, જે સદીઓથી ચાલી આવે છે.

2/5
image

રાજસ્થાની લૂક જોવામાં ખુબ જ સારો લાગે છે. ખાસ કરીને રાજસ્થાની પોશાક મહિલાઓને ખુબ જ પસંદ હોય છે. રાજપુત સમાજમાં રાજસ્થાની પોશાકનું ચલણ સૌથી વધુ જોવા મળે છે.

3/5
image

રાજસ્થાનનું જયપુર કાપડ માર્કેટ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. લહરિયા ચુનરી, રાજસ્થાની ચુરા, રાજસ્થાની લહેંગા, રાજસ્થાની ઘરેણાં સહિતની અહીંની વસ્તુઓ ખુબ ફેમસ છે.

4/5
image

તહેવારોમાં વધી જાય છે રાજસ્થાની કપડાંની ડિમાંડ. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન પણ રાજસ્થાની પોશાકની માંગ જોવા મળતી હોય છે.

5/5
image

બધા કપડાં અહીં ખુબ સુંદર હોય છે. સેલિબ્રિટિઝ પણ જયપુરમાં કપડાંની ખરીદી માટે ખાસ આવતા હોય છે.