પૈચાન કૌન? : આ કમનસીબ સ્ટારની માતા સાથે નથી એક પણ તસવીર, બાળપણ સબડ્યું ડ્રગ્ઝના નશામાં

 https://www.facebook.com/PrateikBabbar/

તસવીર સૌજન્ય : https://www.facebook.com/PrateikBabbar/

1/10
image

એક્ટ્રેસ સ્મિતા પાટીલ અને એક્ટર રાજ બબ્બરના દીકરા પ્રતિક બબ્બરનો જન્મદિવસ છે. પ્રતિકનો જન્મ 28 નવેમ્બર, 1986ના દિવસે મુંબઈ ખાતે થયો હતો. 

2/10
image

પ્રતિકના જન્મના 14 દિવસ પછી જ માતા સ્મિતાનું તબીબી સમસ્યાને કારણે અવસાન થયું હતું. પ્રતિકનો ઉછેર મોસાળમાં નાના અને નાની તેમજ માસીઓએ કર્યો છે.

3/10
image

પ્રતિકની કમનસીબી એ છે કે તેની માતા સ્મિતા પાટીલ સાથે એકપણ તસવીર નથી. પ્રતિકને આ વાતનું બહુ દુખ છે. 13 વર્ષની વયે પ્રતિકને ડ્રગ્ઝની લત લાગી ગઈ હતી અને તે એમાં ફસાઈ ગયો હતો. જોકે 2013માં રિહેબિલેશનમાં દાખલ થયા પછી તે ડ્રગ્ઝની લતમાંથી મુક્ત થઈ શક્યો છે. 

4/10
image

પત્ની સ્મિતાના મોત પછી પ્રતિકના પિતા રાજ બબ્બર ફરીથી પહેલી પત્ની નાદિરા પાસે જતા રહ્યા હતા. બાળપણમાં પિતા સાથે પ્રતિકના સંબંધો સારા નહોતા. પ્રતિક વયસ્ક થયો પછી તેના પિતા સાથે સંબંધો સુધર્યા હતા.

5/10
image

બાળપણમાં જ્યારે પ્રતિક અને રાજ બબ્બરના સંબંધો વણસેલા હતા ત્યારે ગુસ્સામાં પ્રતિકે પિતાની અટક સાથે પણ છેડો ફાડી નાખ્યો હતો. તે પોતાની ઓળખાણ માત્ર પ્રતિકના નામે આપતો હતો. તેણે પોતાની પહેલી ફિલ્મમાં ક્રેડિટ પણ માત્ર પ્રતિકના નામે જ લીધી હતી. જોકે હવે તે પોતાનું આખું નામ પ્રતિક બબ્બર લખે છે. 

6/10
image

પ્રતિકે પોતાની કરિયરની શરૂઆત 2008માં 'જાને તૂ યા જાને ના' ફિલ્મથી કરી હતી. અત્યાર સુધી તે 'દમ મારો દમ', 'એક દિવાના થા', 'બાગી-2' અને 'મુલ્ક' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. પ્રતિકની એક્ટિંગના વખાણ થયા છે પણ તેને એકલેહાથે ખાસ સફળતા નથી મળી.

7/10
image

થોડા સમય પહેલાં પ્રતિક બબ્બરના સામે જોખમી રીતે કાર ચલાવવા અને એક બાઈક સવારને ટક્કર મારવાના આરોપમાં ગોવામા કેસ નોંધવામાં આવતા વિવાદ ઉભો થયો હતો.

8/10
image

પ્રતિક બબ્બરે 27 વર્ષીય સાન્યા સાગર સાથે 22 જાન્યુઆરી, 2018ના રોજ લખનૌમાં સગાઈ કરી લીધી છે. સાન્યા અને પ્રતિક છેલ્લા આઠ વર્ષથી એકબીજાને ઓળખે છે. સાન્યાએ ગોલ્ડસ્મિથ યૂનિવર્સિટી ઓફ લંડનથી ગ્રેજ્યુએશન કર્યુ છે. આ ઉપરાંત સાન્યાએ લંડન ફિલ્મ એકેડમીથી ફિલ્મમેકિંગમાં સ્પેશ્યિલાઈઝેશન કર્યુ છે.

9/10
image

સાન્યા લખનૌની છે અને તેના પિતા રાજકારણી છે. પ્રતિક અને સાન્યા છેલ્લાં એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા અને હવે આવતા વર્ષની શરૂઆતમાં તેમનું લગ્ન કરવાનું પ્લાનિંગ છે.

10/10
image

હાલમાં પ્રતિકના તેના સાવકા ભાઈ આર્યન બબ્બર તેમજ બહેન જુહી બબ્બર સાથે બહુ સુમેળભર્યા સંબંધો છે.