હેપી બર્થ-ડે : આ દમદાર હિરોઇન લગ્ન પહેલાં થઈ ગઈ હતી પ્રેગનન્ટ, દીકરાના જન્મ પછી થયા ડિવોર્સ !
કોલકાતા ખાતે 3જી ડિસેમ્બર, 1979ના રોજ અપર્ણા સેન તથા મુકુલ શર્માને ત્યાં જન્મેલી કોંકણા સેન શર્માનો આજે જન્મદિવસ છે. કોંકણાના પિતા મુકુલ શર્મા ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં એડિટ પેજ પર ‘માઇન્ડ સ્પોર્ટ’ નામની કોલમ લખતા હતા જ્યારે માતા અપર્ણા સેન ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા હતા.
કોંકણાની માતા અપર્ણા સેનનું બંગાળની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ હતું તો કોંકણાના પિતા સાયન્સ અને હ્યુમર રાઈટર તરીકે જાણીતા હતા. કોંકણાએ તેની માતાની સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ ઐયર’ ફિલ્મ કરી હતી અને તેને એ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.
કોંકણા સેન શર્મા સ્કૂલમાં હતી ત્યારે તેની મહત્ત્વાકાંક્ષા ટીચર કે રાઈટર બનવાની હતી. તેણે ક્યારેય હિરોઈન બનવાનું વિચાર્યું નહોતું પણ તેને નસીબ આ દુનિયામાં ખેંચી લાવ્યું.
કોંકણા છ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાએ છૂટાછેડા લઈ લીધા. કોંકણાના માતા-પિતા બંનેએ બીજા લગ્ન કરી લીધા હતા. કોંકણા ગૌરવભેર સ્કૂલમાં તેની સાથે જાણતા સ્ટુડન્ટ્સને કહેતી કે મારે બે મમ્મી અને બે પપ્પા છે.
મમ્મીની સાથે ફિલ્મ કરવા માટે કોંકણાએ મીરાં નાયર જેવાં મોટા ફિલ્મસજર્કની ફિલ્મ પણ ઠુકરાવી દીધી હતી. મીરાં નાયરે કોંકણાને ‘નેમસેઈક’ ફિલ્મની ઓફર કરી હતી પણ એ વખતે કોંકણા તેની મમ્મી અપર્ણા સેનની ફિલ્મ ’15, પાર્ક એવન્યુ’ને કારણે સમય આપી શકે એમ નહોતી એટલે તેણે મીરાં નાયરને સોરી કહી દીધું હતું. એ વખતે મીરાં નાયરને બહુ ખરાબ લાગ્યું હતું.
કોંકણા કોલેજમાં હતી ત્યારે તેને એક બંગાળી ફિલ્મની ઓફર થઈ. એ પહેલા પિતાને લીધે તેને વાચનનો શોખ જાગ્યો હતો અને માતાને કારણે તેણે નાટકોમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. કોંકણા કલકત્તાની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં બીજા વર્ષમાં ભણતી હતી ત્યારે તેણે પહેલી બંગાળી ફિલ્મ કરી.
વર્ષ 2010માં લાંબા સમય સુધી લિવ ઇન રિલેશનમાં રહેનાર કોંકણા અને રણવીરે અચાનક લગ્ન કરી લીધા હતાં. અચાનક થયેલ લગ્નથી સૌ આશ્ચર્યમાં હતાં. લગ્ન અંગેની માહિતી કોંકણાએ ટ્વિટર દ્વારા લોકોને આપી હતી.
હજુ તો લોકો આ અચાનક થયેલ લગ્ન અંગે જ વિચારતા હતાં કે અચાનક બીજા સમાચાર આવ્યાં કે કોંકણાએ પુત્રને જન્મ આપ્યો છે. લોકોએ અટકળો લગાવી કે કોંકણાએ જ્યારે લગ્ન કર્યા ત્યારે તે પ્રેગનન્ટ હતી.
કોંકણા સેન શર્મા અને તેના અભિનેતા પતિ રણવીર શૌરીએ પાંચ વર્ષ સુધી લગ્નજીવન વિતાવ્યા પછી પરસ્પરની સંમતિથી જુદા થવાનો નિર્ણય લીધો હતો. ચાર વર્ષીય પુત્ર હારુનના માતાપિતા એવા આ દંપતીએ પોતપોતાના ટ્વીટર એકાઉન્ટ પર તેમના છૂટા પડવાની માહિતી આપી હતી.
બન્નેએ તેમના અલગ થવાને લઈને એક સંયુક્ત નિવેદન આપ્યું હતું અને ટ્વિટર પર એક સરખી જ પોસ્ટ કરતા લખ્યું હતું કે,પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે પણ મિત્રતા સંબંધ ચાલુ રહેશે. આ સિવાય આ કપલે પુત્રના કો-પેરેન્ટ તરીકેની પણ જવાબદારી સ્વીકારી હતી.
કોંકણા સેન શર્મા, નંદિતા દાસ, મેઘના ગુલઝાર, ગૌરી શિંદે, કિરણ રાવ,રીમા કાગતી અને ઝોયા અખ્તર એવી 11 મહિલા દિગ્દર્શિકાઓ છે જેમણે મી ટુ ચળવળને ટેકો આપવાનું નક્કી કર્યું છે.
Trending Photos