દિવાળી પહેલા બુધ અને શુક્ર બનાવશે અદ્ભુત રાજયોગ, આ જાતકોનું પલટી જશે ભાગ્ય, કરિયર અને કારોબારમાં લાભનો યોગ

Laxmi Narayan Rajyog: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવશે. આ રાજયોગથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે. 

લક્ષ્મી નારાયણ રાજયોગ

1/5
image

જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા રાજયોગોનો ઉલ્લેખ મળે છે. જેના કુંડળીમાં હોવાથી વ્યક્તિને જીવનમાં ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે. સાથે વ્યક્તિની આર્થિક સ્થિતિ હંમેશા મજબૂત રહે છે. અમે અહીં એવા રાજયોગનું વર્ણન કરવા જઈ રહ્યાં છીએ, જેનું નામ લક્ષ્મી નારાયણ રાજયોગ છે. તમને જણાવી દઈએ કે આ રાજયોગ દિવાળી પહેલા ઓક્ટોબરમાં બનશે. તમને જણાવી દઈએ કે આ રાજયોગ બુધ અને શુક્રની યુતિથી તુલા રાશિમાં બનવાનો છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થશે. સાથે ધન-સંપત્તિમાં વધારો થશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ  વિશે.  

તુલા રાશિ

2/5
image

તમારા માટે લક્ષ્મી નારાયણ રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. નોકરી કરનાર જાતકો જે ઘણા સમયથી પોતાના કાર્યસ્થળ પર પરેશાન હતા તેને નોકરીની સારી તક મળી શકે છે. આ સમયે તમે સમાજમાં લોકપ્રિય થશો. સાથે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. આ દરમિયાન તમારો જીવનસાથી સાથે પ્રેમ વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે.

મકર રાશિ

3/5
image

લક્ષ્મી નારાયણ રાજયોગનું બનવું મકર રાશિના જાતકો માટે શુભ રહેશે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમને કામ-ધંધામાં સફળતા મળી શકે છે. સાથે જે વેપારી નવા કામની શરૂઆત કરવાનું વિચારી રહ્યાં છે તેની ઈચ્છા પૂરી થઈ શકે છે. આ સમયે તમે કોઈ મોટી ડીલ કરી શકો છો જેનો લાભ ભવિષ્યમાં મળશે. આ દરમિયાન નોકરી કરનાર જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે.

કુંભ રાશિ

4/5
image

તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ આવકની દ્રષ્ટિએ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે આ સમયમાં તમને સંપત્તિમાં રોકાણ કરવાથી સારો લાબ મળશે. બીજીતરફ તમે પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો જે તમને ભવિષ્યમાં લાભ આપશે. આ સમયમાં તે લોકોને પણ લાભ થઈ શકે છે જેનું કામ આયાત-નિકાસ સાથે જોડાયેલું છે. આ સમયે તમને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભ થઈ શકે છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.