Lamborghini એ ભારતમાં લોન્ચ કરી પોતાની નવી સુપર સ્પોર્ટ્સ કાર, માત્ર 3 સેકન્ડમાં 100ની સ્પીડ પકડે છે
ઈટલીની પ્રખ્યાત સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની Lamborghiniએ ભારતમાં પોતાની શાનદાર અને એકદમ સ્ટાઈલિશ Huracan STO સુપર કાર લોન્ચ કરી છે. આ કારના લુક્સ એટલા શાનદાર છે કે તમે તેના દિવાના થઈ જશો. આ કારમાં કંપનીએ કેવા ફીચર્સ આપ્યા છે, શું છે ખાસિયત, શું છે સ્પીડ ? આ તમામ સવાલોના જવાબ માટે વાંચો આ અહેવાલ.
ઈટલીની પ્રખ્યાત સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની Lamborghini એ ભારતમાં પોતાની શાનદાર અને એકદમ સ્ટાઈલિશ Huracan STO સુપર કાર લોન્ચ કરી છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 4.99 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીને આ વર્ષે ભારતીય બજારમાં Huracan STOના 10 યુનિટ વેચાવાની આશા છે. Huracan STO સુપર ટ્રોફિયો ઓમોલોગટા એક રોડ હોમોલોગેટેડ સુપર સ્પોર્ટ્સ કાર છે જે લેંબોર્ગિની સ્ક્વાડ્રા કોર્સની હુરાકેન સુપર ટ્રોફિયો ઈવીઓ રેસ સિરીઝની રેસિંગ હેરિટેજથી પ્રેરિત છે.
Lamborghini Huracan STO સુપર સ્પોર્ટ્સ કારમાં 5.2 લીટર V10 નેચરલી એસ્પિરેટેડ એન્જીન છે. આ એન્જીન 640 BHPનો પાવર અને 600 NM સુધીનો પીક ટોર્ક જનરેટ કરે છે. Huracan STOનું એન્જીન એટલું પાવરફુલ છે કે કાર માત્ર 3 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. અને 9 જ સેકન્ડમાં 200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. આ કારની ટોપ સ્પીડ 310 કિલોમીટર પ્રતિ કલાક છે.
નવી Huracan STO તેની જૂના મોડલ કરતા 43 કિલોગ્રામ વધુ હલકી છે. તેનું મુખ્ય કારણ એ છે કે કારની બોડીમાં 75 ટકા કાર્બન ફાઈબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય કારની વિંડસ્ક્રિન 20 ટકા હલકી થઈ ગઈ છે. આ કારનું ડ્રાઈવ વજન 1339 કિલોગ્રામ છે. આ ફાસ્ટ કારને હલકા અને મજબુત મટીરિયલથી તૈયાર કરવામાં આવી છે. આ કારણે ઓછા સમયમાં જ કાર ફુલ સ્પીડ પકડી લે છે. એરોડાયનામિક મોડલ હવાને કાપી કારને ફુલ સ્પીડમાં ચલાવવા સક્ષમ બનાવે છે.
Huracan STOના ફ્રંટ બોનેટ, ફેંડર અને ફ્રંટ બંપરમાં એક જ કોંપોનેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને લેંબોર્ગિનીના એન્જીનીનિયરોએ તૈયાર કર્યું છે. અને તેનું નામ કોફૈંગો છે. ફ્રંટ બોનેટ પર લગાવેલા એર ડક્ટ્સ સેન્ટ્રલ રેડિએટર દ્વારા એરફ્લોને વધારવાનો દાવો કરે છે. જે બદલામાં એન્જીનને ઝડપથી ઠંડુ કરવામાં મદદ કરે છે. એક નવું ફ્રંટ સ્પિલટર નવી ડિઝાઈન કરેલી અંડરબોડી અને રિયર ડિફ્યુઝરમાં એરફ્લોને નિર્દેશિત કરે છે. કોફૈંગોનું સાઈડ પ્રોફાઈલ આગળના વ્હીલના ચારેકોર એરફ્લોને નિર્દેશિત કરે છે. કોફૈંગોનું સાઈડ પ્રોફાઈલ આગળના વ્હીલ્સની ચારેકોર એરફ્લોને નિર્દેશિત કરે છે અને ડ્રેગને ઓછું કરે છે.
Trending Photos