દેશની આ 5 ઐતિહાસિક ધરોહરો જોવા માટે દેશ-વિદેશથી આવે છે લાખો પ્રવાસીઓ, જુઓ Photos

ભારતને ઐતિહાસિક ધરોહરોની ભૂમિ તરીકે ગણવામાં આવે છે. અહીં દેશ વિદેશથી લોકો સુંદર કલાકૃતિઓ અને ઈમારતોને જોવા માટે આવે છે. ભારતમાં અનેક ઈમારતો છે જે ટુરિસ્ટ્સ લોકોને ખુબ ગમે છે. જાણો આ ધરોહરો વિશે...

1/6
image

ભારતમાં એવી અનેક ઐતિહાસિક ઈમારતો છે જેને જોવા માટે લાખો પર્યટકો ઉમટી પડે છે. વિદેશથી પણ ઘણા લોકો આવે છે. 

2/6
image

દિલ્હીનો લાલ કિલ્લો દેશ વિદેશમાં ખુબ પ્રસિદ્ધ છે. તેને જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવે છે. આ ઐતિહાસિક ધરોહરને જોવા માટે વર્ષ 2023માં 22 લાખ લોકો આવ્યા હતા.   

3/6
image

આ લિસ્ટમાં વૈશ્વિક ધરોહર ગણાતો આગ્રાનો કિલ્લો પણ છે જે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. આ જગ્યાની સુંદરતા જોવા માટે ગત વર્ષે 16 લાખ જેટલા પર્યટકો અહીં પહોંચે છે. 

4/6
image

ઈલોરાની ગુફાઓ વિશે તો દરેક જાણતા હશે. તેને જોવા માટે ગત વર્ષે લગભગ 13.32 લાખ લોકો આવ્યા હતા. આ જગ્યા પર લોકોની લાઈન લાગેલી રહે છે. 

5/6
image

તાજ મહેલ તો લોકોનું ખુબ મનગમતું મોડલ છે. અહીં લોકોની ભીડ રહે છે. સૌથી વધુ જોવામાં આવતો મહેલ ગણાય છે. આ વર્ષે તાજ મહેલ જોવા માટે 45.13 લાખ લોકો આગ્રા પહોંચ્યા હતા. 

6/6
image

દિલ્હીનો કુતુબમિનાર પણ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આ મિનારને જોવા માટે પણ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.