ગુજરાતમાં અહીં સ્વંયભૂ પ્રકટ થયા હતા શિવલિંગ અને શીતળા માતા, લોકોની આસ્થાનું છે કેન્દ્ર
Kutch Kedarnath Temple : થોડા દિવસોમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ જશે. ત્યારે કચ્છના મુન્દ્રામાં સ્વંયભૂ પ્રગટ થયેલું અને રાજાશાહી વખતનું મહાદેવ અને શીતળા માતાનું મંદિરના મહાત્મય વિશે જાણીએ.
કચ્છના મુન્દ્રા કાથા વાળા કોમ્પલેક્ષ પાસે આવેલું ઐતિહાસિક મંદિર માનેશ્વર મહાદેવ મંદિર કચ્છનું કેદારનાથ મંદિર તરીકે પ્રચલિત થયું છે.
સ્વંયભૂ પ્રગટ થયેલું અને રાજાશાહી વખતનું આ પૌરાણિક મંદિર લોકોનો આસ્થાનું કેન્દ્ર છે અંહિ શીતળા માતાજીનું મંદિર સ્વંયભૂ પણ મૂર્તિ પ્રગટ થઈ હતી.
મંદિરના માનેશ્વર સમિતિ દ્વારા આ 450 વર્ષ જૂનું પૌરાણિક મંદિરના ઇતિહાસની વાત જણાવાઈ હતી.
સ્વંયભૂ પ્રગટ થયેલ શિવલિંગ અને માતાજીની મૂર્તિની વાત કહી હતી. તો આ મંદિર હિન્દુ મુસ્લિમ એકતા સાથે જોડાયેલું છે. કેદારનાથ મંદિર સાથે કોઈ નિસ્બત નાં હોવાનું પણ કહ્યું હતું.
સદીઓ પુરાણી મંદિર જર્જરિત થતાં આંહી પુનરોદ્ધાર કરાયું હતું અને જૂનું મંદિર જે હતું તેને સંલગ્ન જ મંદિર નિર્માણ થયું જે કેદારનાથ મંદિર જેવી પ્રતિકૃતિ લાગે છે.
મંદિર નું સંચાલક કરતા ભાવેશભાઈ સોની એ આંહી જે જૂનું મંદિર બાદ પુનઃ નિર્માણ અંગે વાત કહી હતી
Trending Photos