PICS: 'Bigg Boss'ના ઘરમાં લાગ્યો ગ્લેમર Tadka, કુમકુમ ભાગ્યની આ એક્ટ્રેસ ઉલટાવી દેશે સીન

બિગ બોસના ઘરમાં ટૂક સમયમાં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ્સની એન્ટ્રી થવા જઈ રહી છે. વાઈલ્ડ કાર્ડ માટે કુમકુમ ભાગ્યની એક્ટ્રેસ નૈના સિંહનું નામ સામે આવી રહ્યું છે.

નવી દિલ્હી: ‘બિગ બોસ 14’ (Bigg Boss 14)ના ઘરમાં દર્શકોની રૂચી વધી રહી છે. સારા ગુરપાલના ઘરથી ગયા બાદ દર્શકોની નજર હવે તે કન્ટેસ્ટન્ટ પર છે, જે ખરાબ પર્ફોમન્સ આપી રહી છે અને પોતાની ઓરિજ્નલ ઓળખ છૂપાવી રહી છે. આઆ વચ્ચે ઘરમાં ટૂંક સમયમાં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટની એન્ટ્રી થવા જઈ રહી છે. વાઈલ્ડ કાર્ડ માટે કુમકુમ ભાગ્યની એક્ટ્રેસ નૈના સિંહનું નામ સામે આવી રહ્યું છે. શોમાં નૈનાએ અભિ-પ્રજ્ઞાની દીકરી રિયા મેહરાનો રોલ પ્લે કર્યો હતો. જો કે, અત્યારે નૈનાના શોમાં આવવાનું ઓફિશિયલ ફન્ફર્મેશન થયું નથી. આવો જાણીએ નૈના સિંહ વિશે...

કુમકુમ ભાગ્ય શોમાં નૈનાએ કર્યું કામ

1/5
image

એક્ટ્રેસ નૈના સિંહ કુમકુમ ભાગ્ય શોમાં નૈનાએ અભિ-પ્રજ્ઞાની દીકરી રિયા મેહારનો રોલ પ્લે કર્યો હતો. થોડા મહીનાઓ પહેલા નૈના કુમકુમ ભાગ્ય છોડી ચુકી છે.

નૈના સિંહ કાસ્ટિંગ ડાયરેક્ટર પણ રહી ચુકી છે

2/5
image

નૈના સિંહ કાસ્ટિંગ ડાયરેક્ટર પણ રહી ચુકી છે. 2013માં નૈનાએ ફેમિના મોસ્ટ સ્ટાઇલિશ ડીવાનો ખિતાબ જીત્યો હતો.

Splitsvilla 10ની વિજેતા રહી છે નૈના

3/5
image

નૈના સિંહ મોડલ અને એક્ટ્રેસ છે. તેમજ Splitsvilla 10ની વિજેતા પણ રહી છે. એટલા માટે રિયાલિટી શો સાથે તેનો જુનો સંબંધ રહ્યો છે.

સ્ટેટ લેવલ ટેનિસ ચેમ્પિયન પણ રહી છે નૈના

4/5
image

નૈના સિંહ સ્ટેટ લેવલ ટેનિસ ચેમ્પિયન પણ રહી ચુકી છે. નાનપણથી તે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ઘણી આગળ હતી. તે ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ રમી ચુકી છે.

ઘણી સ્ટાઈલિશ અને ગ્લેમરસ છે નૈના

5/5
image

નૈના ઘણી સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે. તેનો પુરાવો તેની ઇન્સ્ટા પ્રોફાઇલ જોયા બાદ મળે છે. નૈના બિગ બોસમાં ગ્લેમરને તડકો લગાવવાની છે. તેના ચાહકો તેને શોમાં જોવા માટે ઉત્સુક છે.