Only Indian ના નામથી જાણીતા આ ગુજ્જુની અનોખી સેવા, સાયકલ પર ફરીને કરે છે સેવાયજ્ઞ
સાગર ઠાકર/ જૂનાગઢ: જૂનાગઢના (Junagadh) એક સિનિયર સિટિઝન (Senior Citizen) અનોખી સેવા આપી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં (Shravan Maas) લોકો શિવાલયોમાં દૂધ ચડાવે છે ત્યારે થોડું દૂધ શિવજીને (Lord Shiva) ચડાવીને બાકીનું દૂધ (Milk) એક કેનમાં એકત્રીત કરી ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને પીવડાવવામાં આવે છે.
છેલ્લા સાત વર્ષથી આ વરીષ્ઠ નાગરીકે (Senior Citizen) દૂધ બેંક શરૂ કરી છે જેમાં શિવાલયો બહાર દૂધના (Milk) કેન રાખવામાં આવે છે જેમાં લોકો શિવાલયોમાં આવે ત્યારે થોડૂં દૂધ આ દૂધ બેંકના (Milk Bank) કેનમાં પણ આપે છે જે આ વરીષ્ઠ નાગરીક સાયકલ પર ફરીને જરૂરીયાતમંદ લોકોને (Needy People) પહોંચાડે છે.
ઓન્લી ઈન્ડીયનના (Only Indian) નામથી જાણીતા આ વરીષ્ઠ નાગરીક છેલ્લા સાત વર્ષથી પવિત્ર શ્રાવણ માસ (Shravan Maas) દરમિયાન દૂધ બેંક ચલાવે છે. વહેલી સવારે સાયકલ પર નીકળીને દૂધના (Milk) ખાલી કેન શિવાલયોમાં મુકી જાય છે. શ્રાવણ માસમાં શિવાલયોમાં આવતાં ભાવિકો અભિષેક માટે શિવજીને દૂધનો અભિષેક કરે છે. ત્યારે બાજુમાં દૂધ બેંકનું (Milk Bank) એક કેન પણ રાખવામાં આવ્યું છે.
ભાવિકો શિવજીને જે દૂધનો અભિષેક કરે છે તેમાંથી થોડું દૂધ આ દૂધ બેંકના કેનમાં પણ પધરાવે છે. લગભગ 11 વાગ્યા સુધીમાં ફરી આ વરીષ્ઠ નાગરીક સાયકલ લઈને નીકળી પડે છે અને જે શિવાલયોમાં કેન મુક્યા હોય છે તે દૂધ લઈને તે ગરીબો અને જરૂરીયાતમંદ લોકોને પીવડાવે છે.
શ્રાવણ માસમાં શિવાલયોમાં ભાવિકોની ભીડ રહેતી હોય તેથી દરરોજ અંદાજે 6 થી 7 લીટર દૂધ એકત્રીત થાય છે અને સોમવારના દિવસે તો 30 થી 35 લીટર દૂધ એકત્રીત થાય છે જે જરૂરીયાતમંદ લોકોને પહોંચાડવામાં આવે છે. આ વરીષ્ઠ નાગરીક ઓન્લી ઈન્ડીયનના નામથી જાણીતા છે.
લોકોમાં સેવાભાવ જાગે અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તેવા તેમના પ્રયાસો હોય છે, તેમની ટોપી હોય કે ટીશર્ટ, વીંટી હોય છે રીસ્ટબેલ્ટ તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ અને દેશપ્રેમની ઝલક જોવા મળે છે, શિવનો ભાગ જીવને મળે તેવા હેતુથી તેઓ સાત વર્ષથી દૂધબેંક ચલાવીને અનોખો સેવાયજ્ઞ કરી રહ્યા છે.
Trending Photos