અમિતાભ-આયુષ્યમાન કરતા પણ ભરપેટ વખાણ મેળવી રહી છે આ વયોવૃદ્ધ મહિલા

સુજીત સરકારની ફિલ્મ ગુલાબો સિતાબો ( Gulabo Sitabo )એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ ચૂકી છે. અમિતાભ બચ્ચન (amitabh bachchan) અને આયુષ્યમાન ખુરાના (ayushmann khurrana) નો અભિનય અને તેમના વચ્ચેની તુતુ-મેંમેં પર લોકોનું ધ્યાન આકર્ષિત થઈ રહ્યું છે. તો બીજી તરફ, ફિલ્મમાં બેગમનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ ફારુક જફરના અભિનયના પણ જોરદાર વખાણ થઈ રહ્યાં છે. ફિલ્મમાં ફારુક ઝફરે (Farrukh Jaffar) અમિતાભ બચ્ચનના પત્નીનો રોલ ભજવ્યો છે. લાંબા સમય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરી ચૂકેલ ફારુક જફર સાથે જોડાયેલ કેટલીક રોચક વાતો જાણીએ. 

ઝી મીડિયા/બ્યૂરો :સુજીત સરકારની ફિલ્મ ગુલાબો સિતાબો ( Gulabo Sitabo )એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ ચૂકી છે. અમિતાભ બચ્ચન (amitabh bachchan) અને આયુષ્યમાન ખુરાના (ayushmann khurrana) નો અભિનય અને તેમના વચ્ચેની તુતુ-મેંમેં પર લોકોનું ધ્યાન આકર્ષિત થઈ રહ્યું છે. તો બીજી તરફ, ફિલ્મમાં બેગમનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ ફારુક જફરના અભિનયના પણ જોરદાર વખાણ થઈ રહ્યાં છે. ફિલ્મમાં ફારુક ઝફરે (Farrukh Jaffar) અમિતાભ બચ્ચનના પત્નીનો રોલ ભજવ્યો છે. લાંબા સમય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરી ચૂકેલ ફારુક જફર સાથે જોડાયેલ કેટલીક રોચક વાતો જાણીએ. 

1/6
image

ગુલાબો સિતાબો ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પત્નીનો રોલ પ્લે કરી રહેલા ફારુક 87 વર્ષના છે. આ ઉંમરમાં પણ તેમનો અભિનય અને અંદાજ દરેક કોઈનું ધ્યાન ખેંચી રહ્યું છે. 

2/6
image

ફારુક ઝફરે 1981માં ફિલ્મ ઉમરાવ જાનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેઓએ રેખાના માતાનો રોલ પ્લે કર્યો હતો. 

3/6
image

ફારુક ઝફર બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં આવતા પહેલા રેડિયો એનાઉન્સર તરીકે કામ કરતા હતા. 1963માં તેઓએ લખનઉના વિવિધ ભારતી રેડિયો સ્ટેશનમાં એનાઉન્સર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. 

4/6
image

ફારુક ઝફરે 23 વર્ષ બાદ 2004માં ફિલ્મ સ્વદેશથી બોલિવુડમાં ફરીથી એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત પીપલી લાઈવ, પાર્ચડ, સુલતાન અને સિક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 

5/6
image

ફારુક ઝફરે હુસ્ન એ જાના, આધા ગાંવ અને નીમ કા પેડ જેવા  પોપ્યુલર ટીવી શોમાં પણ કામ કર્યું હતું.

6/6
image

તેમના પતિ સ્વતંત્રતા સેનાની અને પત્રકાર હતા. ફારુક જફરને બે દીકરીઓ મેહરુ અને શાહીન છે, જેમાં મેહરુ એક લેખિકા છે.