જાણો કેટલી ભણેલી-ગણેલી છે બોલિવૂડ અભિનેત્રી Shraddha Kapoor, અમેરિકન એક્સેન્ટમાં છે માહેર
Shraddha Kapoor Education: શ્રદ્ધા કપૂર બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. આજે લાખો લોકો તેની એક્ટિંગના દિવાના છે. Shraddha Kapoor એ પોતાની એક્ટિંગના દમ પર દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. પરંતુ શું તમે બધા જાણો છો કે આ બોલિવૂડ અભિનેત્રી કેટલી શિક્ષિત છે. જો નહીં, તો ચાલો આજે અમે તમને તેની શૈક્ષણિક લાયકાત વિશે વિગતવાર જણાવીએ.
(Shraddha Kapoor)નો જન્મ વર્ષ 1987માં 3 માર્ચે થયો હતો. તે બોલિવૂડના ખૂબ જ દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂરની પુત્રી છે. શ્રદ્ધાએ પ્રારંભિક અભ્યાસ જમનાબાઈ નર્સરી સ્કૂલમાંથી કર્યો હતો.
આ પછી, તેણે વધુ અભ્યાસ માટે અમેરિકન સ્કૂલ ઑફ બોમ્બેમાં એડમિશન લીધું. અહીંથી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂરો કર્યા બાદ તે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી.
(Shraddha Kapoor)એ યુએસ જઈને બોસ્ટન યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. અહીં એડમિશન લીધા બાદ તેણે ઉચ્ચ અભ્યાસ શરૂ કર્યો. જણાવી દઈએ કે, શ્રદ્ધા આ યુનિવર્સિટીમાંથી એડવર્ટાઈઝિંગ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ થવા ઈચ્છતી હતી.
જોકે, આવું થઈ શક્યું નહીં. શ્રદ્ધાએ પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને મુંબઈ પાછી આવી અને અહીંથી તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. શ્રદ્ધાએ ફિલ્મ આશિકી 2 થી ડેબ્યુ કર્યું હતું અને પોતાની પહેલી જ ફિલ્મથી લોકોને દિવાના બનાવી દીધા હતા.
આ સિવાય અમે તમને શ્રદ્ધાનું રહસ્ય જણાવીએ કે શ્રદ્ધા (Shraddha Kapoor)ખાવા-પીવાની ખૂબ જ શોખીન છે, પરંતુ તેને ચા પીવી ખૂબ જ પસંદ છે. ઉપરાંત અમેરિકામાં તેમના અભ્યાસ દરમિયાન તે અમેરિકન ઉચ્ચારણ પર ખૂબ જ સારી કમાન્ડ ધરાવતી હતી. તે અમેરિકન એક્સેન્ટમાં ખૂબ સારી રીતે વાત કરે છે.
Trending Photos