આટલી એજ્યુકેટેડ છે દેશના ધનકુબરોની પત્નીઓ, નીતા અંબાણીથી માંડીને ગૌતમ અદાણીની પત્ની
દેશની સૌથી ધનિક મહિલાઓની વાત કરવામાં આવે તો તેમાં જે પહેલું નામ આવે છે તો તે નીતા અંબાણીનું છે. તો બીજી તરફ આ યાદીમાં નીતા અંબાણી ઉપરાંત મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની પત્ની પ્રિતી અદાણી, ઇંફોસિસના સંસ્થાપક અને અધ્યક્ષ નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિનું નામ પણ સામેલ છે. એવામાં આજે દેશના દિગ્ગજ બિઝનેસ ટાયકૂનની પત્નીઓ વિશે વધુ જાણિશું કે કેટલી એજ્યુકેટેડ છે આ ધનકુબેરોની પત્નીઓ.
Yasmeen Premji
યાસમીન પ્રેમજી વિપ્રો લિમિટેડના ચેરમેન અજીમ પ્રેમજીની પત્ની છે. આજે તે પોતાના ફાઉન્ડેશન અજીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા ચેરિટી કરી રહી છે. પોતાના કેરિયરની શરૂઆતમાં તેમણે ઇનસાઇડ આઉટસાઉડ નામની એક ડિઝાઇન મેગેજીન માટે એક સહાયક સંપાદકના રૂપમાં કામ કર્યું. તેમણે મુંબઇના સેંટ જેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું હતું.
Tina Ambani
ટીના અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણીની પત્ની છે. ટીના અંબાણીએ આર્ટ્સમાં ડિગ્રી માટે જ્યહિંદ કોલેજમાં એડમિશન લીધું હતું પરંતુ પછી 1970 ના દાયદામાં તેમણે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું. હાલના સમયમાં તે કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલના ચેરપર્સન છે અને હાર્મની ફોર સિલ્વર્સ ફાઉન્ડેશન અને હાર્મની આર્ટ ફાઉન્ડેશનની સંસ્થાપક છે.
Sudha Murthy
સુધા મૂર્તિ ઇંફોસિસના સંસ્થાપક અને અધ્યક્ષ નારાયણ મૂર્તિની પત્ની છે. તેમણે એક કોમ્યુટર સાયન્સના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરી અને આજે તે ઇંફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન અને ગેટ્સ ફાઉન્ડેશનની સાર્વજનિક સ્વાસ્થ્ય પહેલની સભ્ય છે. તેમણે બી.વી.બી કોલેજ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એંજીનિયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેમણે ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી કોમ્યુટર સાયન્સમાંથી માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
Priti Adani
પ્રીતિ અદાણી અદાણી ગ્રુપના ચેરમેન અને સંસ્થાપક ગૌતમ અદાણીની પત્ની છે. તેમણે ગવર્નમેંટ ડેન્ટલ કોલેજ, અમદાવાદમાંથી ડેન્ટલ સર્જરીમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
Nita Ambani
નીતા અંબાણી એશિયાની સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે. નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન છે. તેમની ગણતરી દેશની સૌથી અમીર મહિલાઓમાં કરવામાં આવે છે. તેમણે નરસી મોંજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
Natasha Poonawalla
નતાશા પૂનાવાલા સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાની પત્ની છે. તેમણે પૂણેના સેન્ટ મૈરી સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ત્યારબાદ સાવિત્રી ફૂલે પૂણે વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી. વર્ષ 2004 માં તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી.
Trending Photos