અથિયા-રાહુલથી લઈને સિદ્ધાર્થ-કિયારા સુધી, 2023માં આ સ્ટાર્સ કરશે લગ્ન
Celebs Wedding in 2023: વર્ષ 2022 પૂર્ણ થવાનું છે. વર્ષ 2022માં ઘણા સેલિબ્રિટીઓએ લગ્ન કર્યાં હતા. વર્ષ 2023માં પણ ઘણા સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાવાના છે. વર્ષ 2023માં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત મલાઇકા અરોડા અને અર્જુન કપૂર લગ્ન કરી શકે છે. આવો જાણીએ વર્ષ 2023માં ક્યા-ક્યા સિતારાઓ લગ્ન કરવાના છે.
કિયારા-સિદ્ધાર્થ
બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ નવા વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં લગ્ન કરી શકે છે.
કેએલ રાહુલ-અથિયા શેટ્ટી
બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ વર્ષ 2023માં લગ્ન કરી લેશે. એક રિપોર્ટ અનુસાર બંને જાન્યુઆરીમાં સાત ફેરા લઈ શકે છે.
તેજસ્વી અને કરણ કુંદ્રા
બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ બંને સ્ટાર પણ વર્ષ 2023માં લગ્ન કરી શકે છે.
સોનાક્ષી સિન્હા-ઝહીર ઇકબાલ
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા આ દિવસોમાં ઝહીર ઇકબાલને ડેટ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સોનાક્ષી અને ઝહીર વર્ષ 2023માં લગ્ન કરવાના છે.
રકુલ પ્રીત સિંહ અને જૈકી ભગનાની
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ જૈકી ભગનાનીને ડેટ કરી રહી છે. રિપોર્ટ અનુસાર રકુલ પ્રીત સિંહ અને જૈકી ભગનાની વર્ષ 2023માં લગ્ન કરી શકે છે.
મલાઇકા અરોડા-અર્જુન કપૂર
મલાઇકા અરોડા અને અર્જુન કપૂર પોતાના રિલેશનને લઈને ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી મલાઇકા અને અર્જુનના લગ્નના સમાચારો સામે આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર અર્જુન અને મલાઇકા જલદી લગ્ન કરવાના છે.
Trending Photos