Khappar Yoga: અધિકમાસમાં સર્જાશે મહાભયંકર ખપ્પર યોગ, 5 રાશિના લોકોનો શરુ થશે ખરાબ સમય
Khappar Yoga: અધિકામાસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિકમાસની શરૂઆત 18 જુલાઈથી થઈ ગઈ છે. આ વર્ષે શ્રાવણ માસ અધિક હોવાથી બે શ્રાવણ માસ ઉજવાશે.અધિકમાસમાં પાંચ બુધવાર, પાંચ ગુરુવાર સાથે શુક્ર અને શનિ વક્રી થવાથી ખપ્પર યોગ સર્જાઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ અશુભ યોગની અસર આ 5 રાશિઓના લોકો પર જોવા મળશે.
મિથુન
મિથુન રાશિના જાતકોને ખપ્પર યોગ અશુભ ફળ આપશે. કાર્યસ્થળ પર કામનું દબાણ વધી શકે છે. જીવનસાથી સાથે કોઈ પ્રકારનો વિવાદ થઈ શકે છે, જેના કારણે વિવાહિત જીવન મુશ્કેલીઓથી ભરેલું લાગશે. અધિકમાસ દરમિયાન રોકાણ કરવાનું ટાળો. ધન હાનિ થઈ શકે છે.
કર્ક
ખપ્પર યોગ કર્ક રાશિના લોકો માટે ફળદાયી નથી. આ સમય દરમિયાન ખર્ચમાં વધારો થશે જેના કારણે લોન પણ લેવી પડી શકે છે. કાર્યસ્થળ અને પરિવારમાં સભ્યો સાથે વિવાદ થઈ શકે છે. ગુસ્સાને કાબૂમાં રાખવો. જીવનસાથી સાથે તાલમેલનો અભાવ રહેશે. બાળકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે, જેના કારણે તેઓ માનસિક ચિંતા રહેશે. જો તમે આ નવી શરુઆત કરવા માંગો છો તો અધિકમાસ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે પણ આ મુશ્કેલીભર્યો સમય હશે. આ સમય દરમિયાન ખર્ચમાં સતત વધારો થશે. કાર્યક્ષેત્રમાં કોઈની સાથે વિવાદ થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખો. કામ પર ધ્યાન આપો અને બિનજરૂરી ચર્ચાઓ ટાળો. આ સમય દરમિયાન મિલકત સંબંધિત વિવાદનો પણ સામનો કરવો પડી શકે છે.
વૃશ્ચિક
ખપ્પર યોગ વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં ઘણી સમસ્યાઓ લાવશે. વેપારીઓને વ્યવસાયમાં સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના છે. આ દરમિયાન સરકારી નિયમોનો ભંગ કરવાથી મોટી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.
મીન
મીન રાશિના લોકો માટે ખપ્પર યોગનો સમય મુશ્કેલીઓથી ભરેલો રહેશે. જો તમારી સામે કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, તો તે લંબાઈ શકે છે. બિનજરૂરી ખર્ચા વધશે જેના કારણે બચત નહિવત થશે. ઉધાર લેવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. નોકરી કરતા લોકોને પણ મહેનતનું ફળ નહીં મળે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos