Unique Temple: આ મંદિરમાં માતાના દર્શન માટે પુરૂષોએ પણ કરવા પડશે 16 શૃંગાર

કેરળ (Kerala)ના કોલ્લમ જિલ્લાના કોટ્ટનકુલંગરામાં શ્રી કોટ્ટનકુલંગરા દેવી મંદિર (Shri Kottankulangara Mandir) સ્થિત છે. એવી માન્યતા છે કે, જે પણ મર્દ આ મંદિરમાં સોળ શૃંગાર(Solah Shringar) કરી દર્શન કરે છે, તેને સુંદર પત્ની અને સારી નોકરી મળે છે.

નવી દિલ્હી: ભારતમાં એક એવું મંદિર છે, જ્યાં મર્દ મહિલાઓની જેમ સોળ શૃંગાર(Solah Shringar) કરી ભગવાનની પૂજા કરવા પહોંચે છે. આ વાત જાણની તેમને થોડું અજીબ લાગશે પરંતુ આ સંપૂર્ણ સત્ય છે. આ મંદિર (Unique Temple)માં મર્દ મહિલાનું રૂપ ધારણ કર્યા વગર આવવું પ્રતિબંધિત છે. આ મંદિરનું નામ શ્રી કોટ્ટનકુલંગરા દેવી મંદિર (Shri Kottankulangara Mandir) છે.

મર્દનું મહિલા રૂપ ધારણ કરવાનું કારણ

1/3
image

આ મંદિર કેરળના કોલ્લમ જિલ્લાના કોટ્ટનકુલંગરામાં સ્થિત છે. એવી માન્યતા છે કે, જે પણ મર્દ આ મંદિરમાં સોળ શૃંગારકરી દર્શન કરે છે. તેને સુંદર પત્ની અને સારી નોકરી મળે છે. આ મંદિરનું નામ શ્રી કોટ્ટનકુલંગરા દેવી મંદિર છે.

પરંપરા પાછળનું કારણ

2/3
image

માન્યતા છે કે, આ મંદિરમાં માતાની મૂર્તિ સ્વયંભૂ પ્રકટ થઈ હતી. કેટલાક ગોવાળિયાઓએ માતાની મૂર્તિને જોઈ અને આ મૂર્તિની પૂજા મહિલાનું રૂપમાં કરી હતી. ત્યારથી પુરૂષોને આ મંદિરમાં પ્રવેશ માટે મહિલાઓનું રૂપ ધારણ કરવું પડે છે. દર વર્ષ 23 અને 24 માર્ચના શ્રી કોટ્ટનકુલંગરા દેવી મંદિરમાં ચામ્યાવિલક્કૂ ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવે છે.

મંદિરમાં મળે છે શૃંગારનો સામાન

3/3
image

આ મંદિરમાં પુરૂષોના શૃંગાર કરવા માટે એક રૂમ બનાવવામાં આવ્યો છે. તેમાં પુરૂષોના શૃંગારના તમામ આયોજન કરવામાં આવ્યા છે. અહીં મહિલાઓના કપડા, દાગીના અને નકલી વાળ જેવી વસ્તુઓ પણ મળે છે. જ્યારે કોઈ પુરૂષની મનોકામના પૂરી થાય છે તો તે મંદિરમાં મહિલાઓનો સામાન ચઢાવે છે.